અકસ્માત:ડુંગરી નજીક શાળાએથી પરત ફરી રહેલા સાઇકલસવાર વિદ્યાર્થીનું કાર અડફેટે મોત

મહુવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના ડુંગરી ગામે શાળાએથી સાયકલ પર ઘરે જતા વિદ્યાર્થીને કાર ચાલકે અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતા સાયકલ સવાર વિદ્યાર્થીનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ડુંગરી ગામે ઝાબ ફળિયામાં રહેતો 7 વર્ષીય વિદ્યાર્થી પવનકુમાર અલ્પેશભાઈ ચૌધરી શાળા છૂટયા બાદ સાંજે 5.30 વાગ્યાના અરસામા પોતાની બહેન સાથે સાયકલ પર ઘરે જઈ રહ્યો હતો.તે દરમિયાન એક કાર (GJ-26-N-9998)ના ચાલકે પોતાના કબ્જાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઘરે જતા ભાઈ બહેનની સાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં સાયકલ સવાર 7 વર્ષીય વિદ્યાર્થી પવન ચૌધરી ગંભીર રીતે ઘવાતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.

જ્યારે તેની બહેનને વધતી ઓછી ઈજા પહોંચી હતી.અકસ્માત બાદ કાર માર્ગની સાઈડે ઉતરી ગઈ હતી.અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં બાળકનુ અવસાન થતા પરિવારજનોના આક્રંદ થી વાતાવરણ ગમગીન બની ગયુ હતુ.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...