સમસ્યા:કોષ ગામે રાત્રે પાંજરું મૂકવામાં આવ્યું ને સવારે 3 વર્ષનો દીપડો અંદર પુરાયો

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં આંટાફેરા કરનારો દીપડો પકડાઇ જતાં ગ્રામજનો ભયમુક્ત બન્યા

મહુવા તાલુકાના કોષ તેમજ આજુબાજુના ગામોમાં ભયનો માહોલ સર્જનાર ત્રણ વર્ષનો કદાવર દીપડો વનવિભાગના પાંજરે રવિવારે વહેલી સવારે કોષ ગામેથી કેદ થયો હતો. દીપડો પાંજરે પુરાતા જ સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો છે.વન વિભાગે પાંજરે પુરાયેલ દીપડાનો કબ્જો લઈ દૂર જંગલમાં મુકત કરવાની કવાયત આદરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કોષ તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી અવરજવર કરતા દીપડા દેખા દેવાના બનાવથી લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.રાત્રે ખેતરોમાં જતા ખેડૂતોએ ભયના ઓથાર હેઠળ પસાર થવું પડતું હતું.ત્યારે શનિવારે રાત્રે કોષ ગામે રેહતા રમીલાબેન પટેલના ઘર નજીક આવેલ ગોડાઉન નજીક દીપડો આવી ચડ્યો હતો અને બિન્દાસ્ત આરામ ફરમાવતો હતો.જે ઘટના અંગેની જાણ અનાવલ ફોરેસ્ટર કરાતા રાત્રી દરમિયાન જ તાત્કાલીન પાજરુ ત્યાં ગોઠવી અંદર મારણ મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી. વહેલી સવારે પાંજરા નજીક એક કદાવર દીપડો આવ્યો હતો અને પાંજરામા મુકેલ મારણ જોઈ લલચાય ગયો હતો જે ખાવા જતા આબાદ રીતે દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલ દીપડો અંદાજે ત્રણ વર્ષનો તંદુરસ્ત છે.

દીપડો પાંજરે પુરાતા જ સ્થાનિકોએ રાહતનો દમ લિધો હતો અને ઘટના અંગે વહેલી સવારે વન વિભાગને જાણ કરી હતી.વન વિભાગે ઘટના સ્થળે આવી પકડાયેલ દીપડાનો કબ્જો લઈ વહેવલ નર્સરી ખાતે લઈ જઈ દૂર જંગલમાં મુકત કરવાની કવાયત આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...