તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવદયા પ્રેમીઓમાં રોષ:ભગવાનપુરા ગામની સીમમાં ટેમ્પોની અડફેટે બળદનું મોત

મહુવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ભગવાનપુરા ગામની સીમમાં બળદ ગાડા અને ટેમ્પા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં બળદનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જે જોઈ જીવદયા પ્રેમીઓમા ટેમ્પા ચાલક વિરુદ્ધ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બુધવારે સવારે શાકભાજીનો વ્યવસાય કરતો ડુંગરી ગામનો ટેમ્પા ચાલક વાંસદા થી પરત ડુંગરી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમ્યાન મહુવા તાલુકાના ભગવાનપુરા વાંક ગામની સીમમાંથી પસાર થતી વેળાએ ટેમ્પા (GJ-19-U-440)ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ભગવાનપુરા હાઈસ્કુલ નજીક સુગરના બળદ ગાડાને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં બળદનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.ઘટના અંગે સુગર ફેકટરીના જવાબદારોને જાણ થતા ત્વરિત ઘટના સ્થળે દોડી આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં નિર્દોષ મૂંગા જીવ મૃત હાલતમાં જોઈ જીવદયા પ્રેમીઓમાં ટેમ્પા ચાલક વિરુદ્ધ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.તો બીજી બાજુ બળદનું મૃત્યુ થતા ગરીબ મજૂર પરિવાર પણ મુશ્કેલીમા મુકાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો