પોલીસમાં ફરિયાદ:મિયાપુર ગામની સીમમાં કારની ટક્કરે બાઇકચાલકને ગંભીર ઇજા

મહુવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારના ચાલક સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

મહુવા તાલુકાના મિયાપુર ગામની સીમમાં કાર ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવાન ગંભીર ઘવાતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા મહુવા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહુવા તાલુકાના મિયાપુર ગામે રેહતા શૈલેષભાઈ અરવિંદભાઈ પટેલ મોટરસાયકલ નંબર (GJ-19-F-9442)લઈ મહુવા કરચેલીયા સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન મિયાપુર ભવાની માતાજી મંદિર નજીક કાર (GJ-19-BE-0242)ના ચાલકે પોતાના કબ્જાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી શૈલેષભાઈની મોટરસાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક શૈલેષભાઈ પટેલ ગંભીર રીતે ઘવાતા ત્વરિત તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ મહુવા પોલીસમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...