મર્ડર:મહુવા તાલુકાના ખરવાણમાં 60 વર્ષના પ્રેમીએ 30 વર્ષની પરિણીત પ્રેમિકાની હત્યા કરી

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રેમિકાની હત્યા બાદ લાશ નહેરમાં ફેંકી દીધી - Divya Bhaskar
પ્રેમિકાની હત્યા બાદ લાશ નહેરમાં ફેંકી દીધી
  • પ્રેમિકાનો અન્ય સાથે પણ સંબંધ હોવાના વહેમમાં હત્યા

મહુવા તાલુકાના ખરવાણ ગામની પરણિતાને અન્ય કોઈ યુવાન સાથે પણ પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી ગામમાં જ રહેતા વૃદ્ધ પ્રેમીએ માથામાં પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી લાશ માઈનોર નહેરમાં નાખી દેતા ચકચાર મચી જવા ગઈ છે. રવિવારે સવારે મહુવા પોલીસને જાણ થતા મૃત મહિલાનો કબ્જો લઈ હત્યા કરનાર વૃદ્ધ પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે રહેતી મીનાક્ષીબેન પટેલના લગ્ન ખરવાણ ગામે ભાત ફળિયામાં રેહતા જીતુભાઈ પટેલ સાથે થયા હતા. તેમના 12 વર્ષના લગ્ન ગાળા દરમિયાન એક 11 વર્ષનો દીકરો છે. તા-2/01/2022 ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાના અરસામા ખરવાણ ગામે ભાટ ફળિયામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની ભીલખાડી-દેદવાસણ માઈનોર નહેરમાંથી મીનાક્ષીબેન જીતુભાઈ પટેલ (30)ની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી મૃત મહિલાનો કબ્જો લઈ હત્યારા સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ખરવાણ ભાટ ફળિયામા રહેતા 60 વર્ષીય પ્રેમાભાઈ છોટુભાઈ પટેલ સાથે મૃત મહિલાનો પ્રેમ સબંધ હોવાનુ બહાર આવતા મહુવા પોલીસ તેમજ એલસીબીની ટીમે વૃદ્ધની કડક પૂછતાછ હાથ ધરી હતી. પોલીસની પૂછતાછ દરમિયાન વૃદ્ધ પ્રેમી ભાંગી ગયો હતો અને મહિલા મીનાક્ષીબેન પટેલનો અન્ય કોઈ પુરુષ જોડે પણ પ્રેમ સંબંધ હોવાના વહેમમા હત્યા કરી હોવાનુ કબુલતા કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રેમિકાની હત્યા બાદ લાશ નહેરમાં ફેંકી દીધી
શનિવારે સાંજે પરણિતા મીનાક્ષીબેન પટેલ વૃદ્ધ પ્રેમી પ્રેમાભાઈ છોટુભાઈ પટેલને મળવા માટે ગયા હતા.તે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેઓ માઈનોર નહેર પાસે આવ્યા હતા.એકાંતનો અને અંધારાનો લાભ લઈ વૃદ્ધ પ્રેમીએ તિક્ષણ પથ્થર વડે મીનાક્ષીબેન પટેલ પર હુમલો કરી માથાના તેમજ મોના ભાગે પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી, અને ત્યારબાદ મહિલાનો મૃતદેહ વૃદ્ધે માઈનોર નહેરમા નાંખી ત્યાંથી પરત ઘરે આવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...