ચકચારી ઘટના:44 વર્ષની પરિણીતાએ 20 વર્ષના પ્રેમી સાથે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

મહુવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના બારતાડ ગામમાં બનેલી ચકચારી ઘટના

મહુવા તાલુકાના બારતાડ ગામે પ્રેમી પંખીડાએ ગૌચરની જમીનમાં આવેલ બાવળના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામે કોળી વાડ ફળિયામાં રહેતી 44 વર્ષીય પરણીતા લીનાબેન ચંદ્રકાન્તભાઈ પટેલને ફળિયામાં જ રહેતા 20 વર્ષીય યુવાન આરતીશભાઈ મોહનભાઈ પટેલ સાથે આંખ મળી ગઈ હતી.પોતાનાથી અડધિ ઉંમરના યુવાન સાથે છેલ્લા બે વર્ષથી પરિણીતા પ્રેમ સંબંધ ધરાવતા હતા.

બંને પ્રેમી પંખીડા તા-19/11/2022ને શનિવારના રોજ બપોરે 12 વાગ્યા થી 12:15 વાગ્યા દરમિયાન અગમ્ય કારણ સર બારતાડ ગામે ગૌચરની જમીનમાં આવેલ બાવળના ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.બંને પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવવાની વાત વાયુવેગે કરચેલીયા વિસ્તારમાં ફેલાતા ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...