યુક્રેનમા યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓ ગમે તેમ કરી બોર્ડર ક્રોસ કરીને સલામત રીતે પોલેન્ડ અને ત્યાંથી ભારત આવી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન આર્મીએ હેરાન કર્અયા તો ઈન્ડિયન એમ્બેસીની મદદ અમને મોડી મળી. યુક્રેનથી પોલેન્ડ બોર્ડરમાં ઘુસતા અમોને 7 દિવસ થયા છે. એ સાત દિવસો મારી જિંદગીના સૌથી ખરાબ દિવસો હતા અને તેમાં ખૂબ જ કડવા અનુભવ થયા છે. આ દિવસો જિંદગીમાં ક્યારેય ભૂલી શકાય નહિ આ શબ્દો યુક્રેનથી કરચેલીયા પરત ફરેલ જીગર વોરાના છે.
24 ફેબ્રુઆરીએ રાત 12થી 1 વાગ્યાની આસપાસ અમે અમારા રૂમમાં હતા અને પ્રથમ સાયરન વાગ્યુ, પ્રથમ સાયરન હતુ ચેતવણીનુ એટલે અમે બધા રૂમમાંથી બંકરમાં જતા રહ્યા. લગભગ 4 કલાક બંકરમાં સમય પસાર કર્યા બાદ રૂમમા ગયા. બીજુ સાયરન વાગે એટલે અમારે ભાગવાનુ હતુ. જેથી સ્થાનિકોએ અમોને સુવાની ના પાડી હતી અને આખી રાત અમો જાગતા રહ્યા હતા. ત્યારબાદ સવારે કોલેજના ડિનને અમોએ પુછતા તેઓએ અમોને સિચ્યુએશન અંડર કંટ્રોલ હોવાનુ જણાવી જવાની ના પાડી હતી, પરંતુ અમોને વિશ્વાસ ન હોવાથી ત્યાંથી ખાનગી વાહન લઈ અમો 20 ભારતીય વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર જવા નીકળી ગયા હતા.
પોલેન્ડ બોર્ડરની 35 કિમી પહેલા ટ્રાફિક જામ હોવાથી અમોને ત્યાં જ ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી માઈનસ 7 ડીગ્રી તાપમાનમાં અમો 14 કલાક ચાલ્યા હતા. ઠંડી વધારે હોવના કારણે ત્રણ પેન્ટ પહેર્યા હતા અને સામાનનો વજન વધુ હતો, ચિપ્સ ખાઈ 14 કલાક ચાલી પ્રથમ ચેક પોઈન્ટ પર પહોંચ્યા હતા. પ્રથમ ચેક પોઈન્ટ પર 2 રાત અને 3 દિવસ કાઢ્યા હતા. ત્યાં અમને ખૂબ હેરાન કર્યા હતા.
દીકરાની ચિંતામાં 7 દિવસથી ઉંઘ ગાયબ થઇ
જીગરના માતા પિતાએ જણાવ્યુ હતુ કે જીગર યુક્રેનથી નીકળ્યો અને ઘરે ન આવ્યો ત્યાં સુધી અમોએ માતાજી આગળ અંખડ દીવો પ્રગટાવ્યો હતો અને 7 દિવસ અમે સુતા નથી.પિતાએ જીગર ઘરે ન આવે ત્યાં સુધી ચંપલ ન પહેરવાની અને ઊંઝા ઉમિયા માતાજીના દર્શને જવાની બાધા લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.