તાલિમ:બામણિયાની પોલીસ ટ્રેનિંગમાં 90માંથી 68 પાસ, દિશા ફાઉન્ડેશન દ્વારા વિનામુલ્યે તાલીમ આપવામાં આવી રહી છે

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બામણીયા ગામે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરનાર  વિદ્યાર્થીઓને તાલીમ આપતા આયોજકો - Divya Bhaskar
બામણીયા ગામે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને તાલીમ આપતા આયોજકો

મહુવા તાલુકાના બામણિયા નવચેતન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ દિશા ફાઉન્ડેશન વસરાઈ દ્વારા અપાતી પી.એસ.આઈ અને કોન્સ્ટેબલ ટ્રેનિંગમાં 90 વિદ્યાર્થીઓમાંથી 68 વિદ્યાર્થીઓ ફિઝિક્લ ટેસ્ટમાં પાસ થતા આયોજકો આનંદિત થઈ ગયા હતા. તમામ વિદ્યાર્થીઓ ટ્રેનર નિવૃત આર્મી ઓફિસર સંદીપભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા હતા,દિશા ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપનાર કોચને અને પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ નવ ચેતન ગ્રાઉન્ડ પર પીએસઆઈ અને કોન્સ્ટેબલનુ ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓને વિના મુલ્યે દિશા ફાઉન્ડેશન વસરાઈ અને મહુવા વિભાગ દ્વારા તાલીમ આપવાની શરૂ કરવામાં આવી હતી.અઢી માસ પેહલા શરૂ કરવામાં આવેલ આ તાલીમમા 90 વિદ્યાર્થીઓ જોડાયા હતા.જેમને ટ્રેનિંગ ટ્રેનર સંદિપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરરોજ આપવામાં આવતી હતી.ફિઝિકલ ટ્રેનિંગ સમયે કઈ કઈ બાબતોનુ ધ્યાન રાખવુ તેનુ બારીકાઈથી તાલીમાર્થીઓને માર્ગદર્શન અપાયું હતુ.

બામણિયા નવચેતન ગ્રાઉન્ડ પર તાલીમ લઈ રહેલ 90 વિદ્યાર્થીઓએ ફિઝિકલ પરીક્ષા આપી હતી જે પૈકી 68 વિદ્યાર્થીઓ ફિઝિકલ ટેસ્ટમા પાસ થઈ ગયા હતા.તાલીમ લઈ રહેલ 70 ટકા થી વધુ વિદ્યાર્થીઓ પાસ થતા આયોજકો અને તાલીમ આપનાર કોચ આનંદિત થઈ ગયા હતા.

ફિઝિકલ પરીક્ષામા પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને અગાઉની પરીક્ષાનું માર્ગદર્શન અને મોટીવેશન ડીવાયએસપી અનિલભાઈ પટેલ (કામરેજ) દ્વારા આપવા આવ્યુ હતુ.તેમના દ્વારા પરિક્ષાર્થીઓને મહત્વની ચર્ચા સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.અને પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને હવે અગાઉની તૈયારી કેવી રીતે કરવી તે પ્રેકટીકલ બાદ થીયરીની માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત 10 સેટ જેટલાં પુસ્તકો દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને આગામી તૈયારીના ભાગરૂપે અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...