માંગ:મહુવા ટાઉન સબ ડિવિઝનમાં 66 કે.વી. સબ સ્ટેશન ઉભુ કરો

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

PGVCL મહુવા ટાઉન સબ ડિવીઝન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી જેવી કામગીરી કરી થુંકના સાંધા કરવામાં આવે છે. ખરેખર મહુવાનો પાવર સાતત્ય વિક્ષેપ વગર જાળવી રાખવા મહુવા ટાઉન સબ ડિવિઝન ને બે ભગમાં વહેચવા ઉપરાંત મહુવા બાયપાસ નજીક નવા 66 કે.વી. સબ સ્ટેશન ઉભુ કરવાની જરૂરીયાત છે.

મહુવા શહેરનો વિસ્તાર 10 ચો.કી.મી.માં ફેલાયો છે જેમાં 37 હજાર જેટલા ગ્રાહકો છે. જે પૈકી 1500 જેટલા થ્રી ફેઇઝ કનેકશનો છે. મહુવા સીટી આસપાસ 150 જેટલા એચ.ટી. કનેકશનો કાર્યરત છે. તેમ છતા મહુવાને ઝબુક વીજળી થી બચાવવા PGVCL મહુવા ટાઉન સબ ડિવીઝનનું વિભાજન કરવામાં આવતુ નથી. PGVCL મહુવા ટાઉન સબ ડિવીઝનનું વિભાજન કરી મહુવાને ટાઉન-1, ટાઉન-2 એમ બે સબ ડીવીઝનમાં વહેચવા તેમજ રૂરલ-1-2 ને પણ વિભાજીત કરી રૂરલ-1-2-3 વિભાજીત કરી આ સબ ડિવીઝનોને પાવર સપ્લાય માટે 66 કે.વી.નેસવડ સબ સ્ટેશન ઉપર આધારીત રાખવાના બદલે 66 કે.વી.વડલી સબ સ્ટેશન કે મહુવા બાયપાસ નજીક નવા 66 કે.વી.સબ સ્ટેશન બનાવવાની જરૂરીયાત છે. પરંતુ નવા સબ સ્ટેશન માટે જમીન મેળવવાની કામગીરીની ઝડપ ગોકળગાય ગતિની છે. 

PGVCL મહુવા ટાઉન ડીવીઝનના વિભાજન માટે મહુવાના PGVCLના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ રજુઆતોનું વર્ષો પછી પણ કોઇ પરીણામ આવેલ નથી, મહુવા ટાઉન સબ ડિવીઝન પાસે 37 હજાર જેટલા ગ્રાહકો છે. 45 હજાર ગ્રાહકો થતા નથી તેવા બહાના તળે વિભાજનની દરખાસ્તની ફાઇલ ફંગોળાય છે. પરંતુ મહુવાનો 6.25 ચોરસ કિલોમીટર વિસ્તાર વધીને 10 ચો.કિ.મી. થવા પામ્યો છે. તેમ છતા ખાસ કિસ્સામાં PGVCL મહુવા ટાઉન સબ ડિવીઝનનું વિભાજન કરવામાં આવતુ નથી. મહુવા ટાઉનને માત્ર ને માત્ર નેસવડ સબ સ્ટેશન પાસેથી જ પાવર મળે છે. મહુવાના 66 કે.વી. નેસવડ સબ સ્ટેશન ઉપર મહુવા પી.જી.વી.સી.એલ. ના 15 થી 16 ફીડરનો લોડ હોય આ સબ સ્ટેશનના લોડનું વિભાજન કરવાની તાતી જરૂરીયાતની માંગને લક્ષમાં લઇ PGVCL દ્વારા વડલી સબ સ્ટેશનમાંથી માત્ર ઋસીકેશ અર્બન અને સદભાવના એગ્રીકલ્ચર ફીડર મળી માત્ર બે ફીડર પાવર મેળવે છે.

મહુવા PGVCL મહુવા ટાઉન સબ ડિવીઝનનું હનુમંત ફીડર લાંબુ અને ભારે લોડ ધરાવતું છે. જેનો છેડાનો ભાગ સોસાયટી ફીડરમાં ફેરવવા 5-6 પોલ અને લોડના વહન માટે નવું ટી.સી. ઉભુ કરવા પોલ મોટા જાદરા રોડ ઉપર ઉભા કર્યાને છ-છ માસ વીતી ગયા હોવા છતાં માત્ર એક વ્યક્તિની ચસમપોસી કરતા અધિકારી ઓ દ્વારા લાઇન ખેચવામાં ન આવતી હોય હનુમંત ફીડરના મોટા જાદરા રોડ ઉપરનાગ્રાહકોને પુરતા વીજ ભાર સાથે પાવર મળતો નથી.

વડી કચેરીને દરખાસ્ત મોકલવામા આવી છે
 મહુવા શહેરમાં ટાઉન સબ ડિવિઝનનુ વિભાજનની દરખાસ્ત વડી કચેરીને મોકલવામાં આવી છે. જે દરખાસ્ત હજુ નિર્ણયાધિન છે. > બી.એમ. કવાડ , નાયબ ઇજનેર, મહુવા ટાઉન સબ ડિવીઝન

અન્ય સમાચારો પણ છે...