તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મહુવા નગર પાલિકાના નવ વોર્ડ માટે 59 મતદાન બુથ તૈયાર કરાયા

મહુવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવી ટર્મમાં નગરપાલિકાના પ્રમુખ પદે મહિલા અનામત
 • આગામી તા.8 મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થશે

આગામી તા.28.2.21ના યોજાનાર મહુવા નગરપાલિકાના 9 વોર્ડની ચુંટણીમાં 59 બુથ ઉપર મતદાન થશે.આગામી તા.8.2.21ના જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરવાનુ શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.13/2 રહેશે. ચકાસણી તા.15/2 અને ઉમેદવારી પાછી ખેંચવા માટેની છેલ્લી તા.16/2 રહેશે. અને તા.28/2ના રોજ મતદાન સવારે 7 થી સાંજના 6 કલાક સુધી થશે.આ વખતે નગરપાલિકાના પ્રમુખ પદે પ્રથમ ક્રમમાં મહિલા અનામત હોય નવી ટીમ સ્ત્રી સશક્તિકરણની આગેવાની હેઠળ કામ કરશે. જરૂર પડે તો પૂર્ણ મતદાન તા.1/3 અને મત ગણતરી તા.2/3ના રોજ થશે.

ગઇ 2015ની ચુંટણીમાં કુલ 36 સીટમાંથી 23 સીટ ભાજપે અને 13 સીટ કોંગ્રેસે અંકે કરેલ અને પ્રથમ ટર્મમાં શાસન સંભાળેલ. બીજી ટર્મમાં પ્રમુખ પદના ઉમેદવારો સામે વિરૂદ્ધમાં મતદાન કરતા ભાજપના 7 ઉમેદવારો પક્ષાંતર ધારાનો ઉપયોગ કરી ડીબાટ કરેલ અને નગરપાલિકાના પ્રમુખ ભાજપના અને વિવિધ સમિતિઓ કોંગ્રેસે અંકે કરેલ. અને સત્તાધીશો સત્તા જાળવવાની કવાયતમાં અઢી વર્ષનો સમય બરબાદ કરેલ જેથી કરીને વિકાસના કામો ખોરંભે પડયા હતા.આગામી ચુંટણીમાં ભાજપ, આપ અને કોંગ્રેસ ચુંટણી લડશે. જોકે સ્થાનિક સમિતિ પણ બની રહી છે. હાલ મહુવા નગરપાલિકાને નગરપાલિકામાં પાણી એકાંતરે આપવાનો પ્રશ્ન, જશવંત મહેતા ભવન, ગાધકડા બજારમાં નવી શાકમાર્કેટનો પ્રશ્ન, શહેરમાં અનેક જગ્યાએ દબાણનો પ્રશ્ન, નવી ગટર યોજનાનો પ્રશ્ન અને ખાસ કરીને મહુવાનું સિમાંકન વધારવાનો પ્રશ્ન અને હોસ્પિટલનો પ્રશ્ન ચુંટણીના ચકરાવામાં મુખ્ય રહેશે.

નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ વાઇઝ મતદારો

વોર્ડનંબર નામપુરૂષસ્ત્રીકુલ મતદાર
1નુતન નગર429240128304
2પરશીવલપરા3,66935487,217
3દરબારગઢ404239017943
4નવાઝાંપા4,08739298,016
5હવેલી468343669049
6કુંભારવાડા3,13329946,127
7ગાંધી વસાહત378735917378
8નહેરૂ વસાહત3,78035117,291
9શ્રીજી નગર3,56433946,958
કુલ3503733,24668283
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો