તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જળ:સુરત-તાપી જિલ્લાની તરસ છિપાવવા માટે 33 મોટા ચેકડેમનું નિર્માણ કરાશે

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા ચોમાસાના પાણીના સંગ્રહ માટે સરકારમા રજુઆત કરતા ત્રણ તાલુકા માટે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા 33 મોટા હાઈડ્રોલિક સ્ટ્રક્ચર (ચેકડેમ)બનાવવા માટે 2133 લાખ રૂપિયાની ફાળવણી કરી છે.

સ્થાનિકો દ્વારા નદી પર મોટા ચેકડેમો બનાવવા માટે મહુવા ધારાસભ્યને રજુઆત કરી
તાપી અને સુરત જિલ્લામાંથી અંબિકા,પૂર્ણા,મીંઢોળા,ઓલણ,ઝાંખરી જેવી મોટી નદીઓ ઉપરાંત ખાડીઓ અને કોતરો પસાર થાય છે. ચોમાસા સિવાય અંતરિયાળ વિસ્તારમાં પાણીની ખુબજ તંગી પડે છે. ચોમાસામાં આ નદીઓમાંથી પુષ્કળ પાણી વહી જાય છે.અને ઉનાળામાં આ નદીઓ અને ખાડીઓ સૂકી ભઠ્ઠ થઈ જતા સિંચાઈનુ તથા અન્ય જીવન જરૂરિયાત માટેના પાણી માટે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી સ્થાનિકો દ્વારા ચોમાસાના પાણીનો સંગ્રહ થાય એ માટે આ નદી પર મોટા ચેકડેમો બનાવવા માટે મહુવા ધારાસભ્યને રજુઆત કરી હતી.ધારાસભ્ય દ્વારા સ્થાનિકોની જરૂરિયાત સમજી તેમની રજુઆત આધારે રાજ્ય સરકારમા નદી,ખાડીઓ પર ચેકડેમ બનાવવા માટે રજુઆત કરી હતી. મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની રજુઆત આધારે ગુજરાત સરકારના નર્મદા,જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા વાલોડ,મહુવા, બારડોલી અને ડોલવણ તાલુકાના ગામોમાંથી પસાર થતી નદીઓ પર 2133.47 લાખના માતબાર ખર્ચે 33 મોટા હાઇડ્રોલિક સ્ટ્રક્ચર (ચેકડેમ) મજૂર કરતા તાલુકાની જનતામાં ખુશીની લહેર ફેલાય ગઈ હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો