કાર્યવાહી:મહુવા તાલુકાના વડિયા ગામેથી 24.32 લાખનો દારૂ ઝડપાયો

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ કાર્ટિંગ કરનારા 3 યુવક પોલીસને જોતા ભાગી ગયા

મહુવા તાલુકાના વડિયા ગામે ગૌચરની ખુલ્લી જગ્યામાંથી પ્રોહિ. જુગાર સ્પેશિયલ ડ્રાઈવની ટીમ દ્વારા રેડ પાડી 24.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા ટેમ્પો અને દારૂનો જથ્થો મળી કુલ્લે 34.32 લાખનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વડિયા ગામે બોરડી ફળિયામા મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતા પિયુષ ઉર્ફે સોમલો પ્રભાતભાઈ પટેલ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતાર્યો હોવાની બાતમી રેંજ આઈજીની પ્રોહિ જુગાર સ્પેશિયલ ડ્રાઈવની ટીમને મળી હતી, જે બાતમી આધારે રેંજ આઈજીની ટીમ દ્વારા શુક્રવારે સવારે વડિયા ગામે રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન કેટલાક ઈસમો ટેમ્પો (GJ-27-X-0875)માંથી વિદેશી દારૂ ઉતારી રહ્યા હતા. પોલીસને જોતા જ આ ઈસમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

પોલીસ દ્વારા ઘટના સ્થળેથી દારૂ અને ટેમ્પો મહુવા સર્કિટ હાઉસ ખાતે લાવી ગણતરી હાથ ધરી હતી. વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 18,900 બોટલ મળી કુલ્લે 24,32,100 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને ટેમ્પો કિંમત રૂ.10 લાખ મળી કુલ્લે 34,32,100 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર વિદેશી દારૂ મંગાવનાર પિયુષ ઉર્ફે સોમલો પ્રભાત પટેલને અને માલ આપનાર રોશન ઠાકોરને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...