તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ કાર્યવાહી:10 વર્ષથી બીલ ન ભરાતા 15 વીજ જોડાણ કપાયા

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુમકોતર ગામે વીજ કાર્યવાહી દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

મહુવા તાલુકાના કુમકોતર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 8 ટીમએ સ્થાનિક પોલીસ તેમજ જીયુવી.એન.વેલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છેલ્લા 10 વર્ષથી અંદાજીત 3 લાખ રૂપિયાનું વીજબિલ ન ભરનાર સતિપતિ સંપ્રદાયના 15 જેટલા વીજ જોડાણ કાપી કડક કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી હતી.

મહુવા તાલુકાના કુમકોતર ગામે સતિપતિ સંપ્રદાયમા માનનાર પરિવાર રહે છે, જે સતિપતિ પરિવાર છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી વીજબીલ ભરપાઈ કરતા ન હતા અને જ્યારે જવાબદાર તંત્ર વીજબીલના નાણા ઉઘરાવવા જાય ત્યારે તેમની સાથે અવારનવાર ઘર્ષણ પણ કરતા હતા અને બાકી વીજબીલ ભરવાની ચોખ્ખી ના પાડી દેતા હતા. 3 લાખથી વધુનું બાકી વીજબીલના ઉઘરાણા માટે ગુરુવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના અધિક્ષક તેમજ કાર્યપાલક ઈજનેર અધિકારીના આગેવાનીમા 8 જેટલી અલગ અલગ ટીમ બનાવી કુમકોતર ગામે રેડ પાડી હતી. સ્થાનિક પોલીસ તેમજ જીયુવી.એન.વેલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેડ પાડી હતી.અને વીજ કંપનીના અધિકારીઓએ કડકાઈ દાખવી છેલ્લા 10 વર્ષના બાકી અંદાજીત 3 લાખ રૂપિયાનું વીજબીલ ન ભરનાર 15 જેટલા વીજજોડાણ કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીજ કંપનીના અધિકારીઓની રેડ દરમિયાન સતિપતિ સંપ્રદાય અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. જેને લઈ કુમકોતર ગામનુ વાતાવરણ ગરમાયુ હતુ. જોકે ત્યારબાદ પોલીસે કડક વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો