ભયનો માહોલ:ચાર દિવસ પૂરના પાણીમાં ડૂબી રહેલા કોષ ગામના હનુમાનજી મંદિરમાંથી અજગરના 14 બચ્ચાં મળ્યાં

મહુવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના કોષ ગામે હનુમાનજી મંદિરમાંથી છેલ્લા 2 દિવસમાં અજગરના 14 બચ્ચા મળી આવ્યા હતા. અજગરના બચ્ચા નીકળતા મંદિર ટ્રસ્ટે પણ દર્શનાર્થીઓને મંદિરમાં દર્શને આવતા સમયે સાવચેત રહેવા અપીલ કરી હતી.જોકે હાલ આટલી મોટી સંખ્યામાં અજગરના બચ્ચા મળતા કોષ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કોષ ગામે આવેલ હનુમાનજી મંદિરમાંથી રવિવારે 3 અજગરના બચ્ચા મળી આવ્યા હતા.ત્યારબાદ સોમવારના રોજ ફરી મંદિરમાંથી 5 અજગરના બચ્ચા મળી આવ્યા હતા.

બે દિવસમા મંદિરમાંથી 14 અજગરના બચ્ચા મળી આવતા ગ્રામજનોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો. એક સપ્તાહ પેહલા વરસેલા ધોધમાર વરસાદ મંદિર પરિસરમા બે થી ત્રણ દિવસ સુધી પાણીનો ભરાવો રહ્યો હતો.જે સમયે આ અજગરના બચ્ચા મંદિરમા ભરાયા હોવાનુ ગ્રામજનોને લાગી રહ્યુ છે.બચ્ચા સાથે અજગર પણ હોવાનુ માની મંદિર ટ્રસ્ટીઓ દ્વારા હનુમાનજી મંદિરે આવતા દર્શનાર્થીઓને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. મંદિર પરિસરમાં તેમજ મંદિર માંથી બે દિવસમાં 14 અજગરના બચ્ચા મળી આવતા ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...