અકસ્માત:પુના ગામની સીમમાં કારે ટક્કર મારતા બાઇકસવાર 1 યુવકનું મોત, બીજો ગંભીર

મહુવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્ર સાથે બાઇક પર જઇ રહેલા કરચેલિયા ગામના યુવકોને અકસ્માત નડ્યો

મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર પુના ગામની સીમમાં મોટરસાયકલ ચાલક અને કાર ચાલક વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવાનનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. જ્યારે મોટરસાયકલ પાછળ સવાર અન્ય યુવાન ગંભીર ઘવાતા તેને 108મા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામે નવી વસાહત ફળિયામાં રેહતો 25 વર્ષીય યુવાન સુરજ અમરતભાઈ નાયકા તા-4 માર્ચ ને શનિવારના રોજ પોતાની મોટરસાયકલ (GJ-19-BF-5422) લઈ પોતાના મિત્ર સાથે વલવાડા થી કરચેલીયા તરફ આવી રહ્યો હતો.તે દરમિયાન મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ઈકો કાર(GJ-19-AF-1362)ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પુના ગામની સીમમાં સુરજ નાયકાની મોટરસાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમા મોટરસાયકલ સવાર બે યુવાનો પૈકી સુરજ નાયકા (ઉં-25) નુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય એક યુવાન ગંભીર ઘવાતા તેને ત્વરિત સારવાર માટે 108મા ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કાર ચાલકને વધતી ઓછી ઈજા પહોંચી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે આવી સ્ટેટ હાઈવે પરથી ટ્રાફિક ખુલ્લો કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...