મહિલા પુરુષનું મોત:ટ્રકે મોપેડને અડફેટમાં લેતાં યુવક-યુવતીનું મોત, કોસંબા ઓવરબ્રિજ નજીક અકસ્માત

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોસંબા રેલવે ઓવરબ્રિજ પાસે નેહા નં 48 પર કાળમુખી ટ્રકે હોન્ડા એક્ટિવા સવાર બે ઈસમોને અડફેટે લેતા ઘટના સ્થળે જ એક્ટિવા પર સવાર મહિલા પુરુષનું મોત નીપજ્યું છે. તરસાડી નજીક આવેલા ગોકુળધામ સોસાયટીમાં રહેતા 18 વર્ષીય ધ્રુવ પીયુષભાઈ રાવળ રવિવારે સાંજે 7.00 વાગ્યાના અરસામાં પોતાની એક્ટિવા ગાડી નં (GJ-05ND-6091) લઈને પોતાના ઘરે તેના ભાઈ પીયુષને જીમ જાઉછું તેમ કહીને નીકળ્યો હતો. રાત્રીના 10.00 વાગ્યાના અરસામાં ધ્રુવની એક્ટિવાનો અકસ્માત નેશનલ હાઈવે નં 48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતાં ચાંદની હોટલના સામે કટ ઉપર ટ્રક નં (GJ-19AT-8943) સાથે થયો હતો.

જેમાં ટ્રક ચાલકે ધ્રુવની એક્ટિવાને અડફેટે લઈ એક્ટિવા ટ્રકના ટાયર નીચે ઘૂસી ગઈ હતી. જેમાં ધ્રુવ રોડ પર પટકાઈને ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો. જ્યારે ધ્રુવ સાથે તરસાડી વિજય એસ્ટેટની પાછળ રહેતી 36 વર્ષીય સોનાલીબહેન અનિલભાઈ સોનવણેનું ટ્રક નીચે આવી જવાથી ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે ધ્રુવના ભાઈ પીયુષ દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...