મારી નાંખાવની ધમકી:માંગરોળ તાલુકાના હથુરણ ગામે ‘તે કેમ તલાટી વિરૂદ્ધ ફરિયાદ કરી’ કહી મહિલાને ધમકાવાઇ

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથુરણના તલાટીની ધારાસભ્યને ફરિયાદ કરાઇ હતી

માંગરોળ તાલુકાના હથુરણ ગામે તલાટી કમ મંત્રી વિરુદ્ધ ભાજપના કાર્યકર અને મહિલા સામાજિક આગેવાન દ્વારા ગણપતભાઈ વસાવાને તલાટી કમ મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હોય જે બાબતે ગામના આગેવાન દ્વારા આ મહિલાને ધાક ધમકી આપી નાલાયક ગાળો આપી હતી. મહિલાએ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

માંગરોલ તાલુકાના હથુરણ ગામે ઈદગાહ ફળિયામાં રહેતા 56 વર્ષીય સામાજિક કાર્યકર ભાજપના કાર્યકર સલમાબહેન અમીરખાન પઠાણ દ્વારા 20મી મેના રોજ હથુરણના તલાટી કમ મંત્રી વિરુદ્ધ ધારાસભ્ય ગણપતભાઈ વસાવાને ફરિયાદ કરી હતી કે ગામના તલાટી આદિવાસી વિધવાબહેનોના વિધવા સહાયના ફોર્મ ભરવા બાબતે અથવા કોઈપણ કચેરીના કામ અર્થે ગ્રામ પંચાયતમાં આવતાં લોકોને ખોટા ધક્કા ખવડાવી રહ્યાં છે જે બાબતે રજૂઆત કરી હતી.

જે અંગે ગામના આગેવાન અબ્બાસુ યુસુફ બોરીએ 27મી મેના રોજ સલમાબહેન જ્યારે ગ્રામ પંચાયતમાં ગયા હતાં ત્યારે આ બાબતે સલમાબહેનને અબ્બાજભાઈ ઉશ્કેરાઈ જઈ તલાટી કમ મંત્રીની વિરુદ્ધ ફરિયાદ કરવા વિરુદ્ધ ઠપકો નાલાયક ગાળો બોલી તેમની પાસે દોડી જઈ તેમને જાનથી મારી નાંખાવની ધમકી આપી હતી. જે અંગે સલમાબહેને અબ્બાસભાઈ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...