તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:NGOની મિટિંગમાં આવેલી મહિલાનું કાર અડફેટે મોત

કોસંબાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તરસાડીમાં પગપાળા જતી બે મહિલાને કારે અડફેટે લીધી
 • અન્ય મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ

તરસાડી નગરમાં રામજી મંદિરની પાસે રસ્તા પર ચાલતી જઈ રહેલી બે મહિલાઓને પાછળથી એક કારચાલકે અડફેટમાં લેતા એક મહિલાનું સરવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર સુરત શિક્ષણ વિભાગમાં મહિલા સામખ્ય નામના એનજીઓમાં કામ કરતી મહિલાઓની આજે તરસાડી ખાતે મિટિંગ હતી. આજરોજ સવારે મહિલાઓ તરસાડી ખાતે આવી હતી. જેમાં માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રહેતા શિલ્પાબહેન ભાવેશભાઈ વસાવા પણ તેમની સાથે સંસ્કારદીપ સોસાયટીમાં તેમની ઓફિસે જવા માટે તરસાડી નગરપાલિકા પાસે આવેલ રામજી મંદિરની પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે એક ફોરવ્હીલ ગાડી નં (GJ-07AN-5001)ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલત રીતે હંકારી લાવી શિલ્પાબહેન તેમજ તેમની સાથે ચાલતાં પ્રિયંકાબહેન બુધિયાભાઈ ચૌધરીને અડફેટે લીધા હતાં.

જેમાં શિલ્પાબહેનને તેમજ પ્રિયંકાબહેનને શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી. અકસ્માત કરનાર કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ બંને ઈજાગ્રસ્ત મહિલાને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન શિલ્પાબહેનનું મોત થયું હતું. અને પ્રયંકાબહેનને ગંભીર ઈજા પહોંચતાં તેમને અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની ફરિયાદ પ્રયંકાબહેને કોસંબા પોલીસ સ્ટેશનમાં અકસ્માત કરી ભાગી જનાર કાર ચાલક વિરુદ્ધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો