તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ફોઈએ ફોન આપવાની ના પાડતા ભત્રીજાએ સળિયાથી હુમલો કર્યો

કોસંબા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માંગરોળના શેઠી ગામે નજીવી વાતે સંબંધી બાખડ્યો

માંગરોળ તાલુકા ના શેઠી ગામે પાડોશી માં રહેતી ફોઈ પાસે ભત્રીજો મોબાઈલ માંગવા ગયો હતો. ત્યારે મોબાઈલ પર ઓનલાઇન ભાણેજ અભ્યાસ કરતો હોય. ફોઈએ ભત્રીજા ને મોબાઈલ આપવાની ના પાડી હતી. જેથી ભત્રીજાએ ઉશ્કેરાઇને કોઈના ઉપર લોખંડના સળિયાથી હુમલો કરી દીધો હતો. ભોગ બનનાર મહિલા ના દીકરી અને જમાઈ તેને બચાવવા દોડી આવ્યા હતા. ત્યારે હુમલો કરનાર ભત્રીજા એ તેમજ ભોગ બનનાર મહિલાના ભાઈ અને ભાભી એ ભેગા મળીને મહિલા તેમજ તેના દીકરી અને જમાઈને મારી હતી. જે અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

માંગરોળ તાલુકાના શેઠી ગામે રહેતા 60 વર્ષના સુકીબેન બીજલભાઇ વસાવા તારીખ 9 મી ના રોજ પોતાના ઘરમાં સવારે 9 વાગ્યાના અરસામાં હાજર હતા. ત્યારે બાજુના ઘરમાં રહેતા તેમના ભાઈ હરિસિંહના પુત્ર સતીશ પોતાના ફોઈના ઘરે મોબાઈલ ફોન માંગવા માટે ગયો હતો, અને મોબાઇલ ફોન વાપરવા માટે માંગ્યો હતો. ત્યારે ફોઈએ જણાવ્યું હતું કે મારો ભાણેજ તેના અભ્યાસ માટે આ ફોન વાપરી રહ્યો છે. ફોઈએ પણ આપવાની ના પાડતા ભત્રીજો સતીશ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને તેના હાથ માં રાખેલ લોખંડનો સળીયો ઉગામી લીધો હતો. જેથી સુખી બેન એ બૂમાબૂમ કરી મૂકતા ત્યાં ઘરમાં રહેતા તેમના છોકરી સ્વામી અને તેમનો પતિ સતીષે ત્યાં દોડી આવ્યા હતા, અને તેમણે વધુમાં ખાતા બચાવ્યા હતા. આ દરમિયાન નરસીભાઇ તેમજ તેમના પત્ની શારદાબેન અને જાગૃતીબેન પણ દોડી આવ્યા હતા. તે બધાએ ભેગા મળીને આ લોકોને માર્યા હતા. જેમાં ભોગ બનનાર બેન ને માથાના ભાગે ઇજા પહોંચતા તેમને કોસંબા હોસ્પિટલ ખસેડાયા હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો