વેક્સિનેશન:84 દિવસ અને લાભાર્થી ન થતાં વેક્સિનેશન થતું નથી

કોસંબા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં 45+ ઉંમરના વ્યક્તિનું વેક્સિનેશન થાય છે વેક્સિન માટે સરકારે નિયમ બદલતા લાભાર્થીઓ ન થતાં વેક્સિનેશન થતુ નથી અને થાય છે ત્યાં પૂરતા લાભાર્થી ન થતાં ડોઝ બગડે છે.

સુરત જિલ્લામાં માત્ર 45 વર્ષથી ઉપર તેમજ વેક્સિન મૂકાય રહી છે. તાજેતરમાં સરકારે બીજા ડોઝ મુકવાનો સમયગાળો 28 દિવસથી વધારી 84 કરી દીધો છે. 45+ લોકોને બે મહિનાથી વેક્સિન આપવામાં આવે છે. સરકારના ગૂૂંચવાણ ભર્યા નિર્ણયને કારણે ઘણા સેન્ટરો ઉપર બીજા ડોઝ માટે પૂરતા પ્રમાણમાં લાભાર્થીઓ થતા નથી અને જ્યાં લાભાર્થીઓ થાય ત્યાં વેક્સિનની શીશી તોડ્યા બાદ વધારાના ડોઝ ફેંકવા જેવી પરિસ્થિતિ થાય છે. જિલ્લામાં પણ શહેરની જેમ 18થી 44 વર્ષના યુવાનોને વેક્સિન મુકવાનું શરૂ થાય તો વેક્સિનના વેડફાટને બચાવી શકાય. એક વેક્સિનની શીશીમાંથી 10 વ્યક્તિને વેક્સિન મુકાતી હોય ઘણા સેન્ટર ઉપર 5 કરતાં ઓછા લાભાર્થીઓ 84 દિવસ પૂર્ણ થયાના આવતા હોય બાકીના ડોઝ બગડે છે.

અન્ય સમાચારો પણ છે...