તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધીરજ ગુમાવી:‘પહેલા વેક્સિન આપો બાદમાં લંચ માટે જવા દઈશું’ કહી યુવાનોની આરોગ્ય સ્ટાફ સાથે ગેરવર્તણૂંક

કોસંબા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તરસાડીમાં સ્થળ રજિસ્ટ્રેશન દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા

માંગરોળ તાલુકામાં તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી એપોઈમેન્ટ લઈને આવનાર વ્યક્તિને જ વેક્સિનનેશન કરવામાં આવતું હતું. જેનો મહત્તમ લાભ શહેરી લોકો ઉઠાવતાં હતાં. ઓનલાઈન એપોઈમેન્ટથી વંચિત ગ્રામજનો વેક્સિન મળતી ન હોય.આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્થળ પર રજિસ્ટ્રેશન કરી વેક્સિન મુકવાની શરૂઆત થઇ હતી. આ અંગેની જાણ થતાં યુવાનો ઉમટી પડ્યા હતાં. લોકોએ કલાક લાઈનમાં ઊભા રહેવું પડતાં તેમણે ધીરજ ગુમાવી હતી. બપોરે લંચ લેવા જતાં સ્ટાફને રોકી પહેલા વેક્સિન આપો પછી જવા દઈશું તેમ કહી સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી હતી.

વેક્સિન માટે એપોઈમેન્ટ લેવા માટેનો સ્લોટ માત્ર 15-20 મિનીટમાં બુક થતો હોય. જેમાં સૌથી વધુ શહેરીજનો વેક્સિનની એપોઈન્ટમેન્ટ મેળવતા હોય છે. આટલા દિવસ દરમિયાન તરસાડી કોસંબાના સ્થાનિકો કરતાં બહારના લોકો વધુ વેક્સિન લે છે. સ્થાનિકોને વેક્સિન મુકવામાં આવે તેવી માંગ ઉઠી હતી. તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા આજે તરસાડી ખાતે સ્થળ પર રજિસ્ટ્રેશન કરી વેક્સિન મુકવાનું આયોજન કરતાં યુવકો ધસી આવ્યા હતાં અને લાંબી લાઈનો લાગી હતી.

વેક્સિનેશન માટે ઘસારો હોય જેથી લોકો વેક્સિન માટે કલાકો લાઈનમાં ઊભા રહ્યા બાદ વેક્સિન ન મળશે તેવી અધીરાઈથી સવારથી જ વેક્સિનેશન સેન્ટર પર છમકલા શરૂ થયા હતાં. બપોરે આરોગ્ય કર્મચારીના લંચ માટે જતા હોય ત્યારે એક યુવકે આરોગ્ય કર્મચારીને વેક્સિન આપો તો જ તમને અહીંથી જવા દઈશું કહી આરોગ્ય કર્મચારીને બાનમાં લઈ હોબાળો કર્યો હતો. આરોગ્ય કર્મચારીઓ વેક્સિન સેન્ટર પર હાજર પોલીસ કર્મચારીને યુવકની ગેરવર્તણૂંક અંગે જાણ કરતાં પોલીસે તુરંત સ્થિતી સંભાળી લઈ યુવકને શાંત કર્યો હતો.

વેક્સિન આપવા વધુ સ્ટાફની ફાળવણી જરૂરી
તરસાડી કોસંબામાં નગરમાં 18થી 44 વર્ષના યુવકની ઘણી મોટી સંખ્યા છે. જેઓ વેક્સિન લેવાની રાહ જોઈને બેઠા છે ત્યારે યુવકોનો એક મોટો વર્ગ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને એપોઈમેન્ટ બુક કરાવી શકતો નથી. જેથી યુવકોમાં વેક્સિન લેવા અંગે ભારે ઉત્તેજના સાથે વેક્સિન ન મળતાં ઉચાટ જોવા મળી રહ્યો છે. જેથી કરીને આજે બનેલી ઘટના આવનારા દિવસોમાં બની શકે તેમ છે. જેથી તરસાડી કોસંબામાં આવનારા દિવસોમાં વેક્સિન આપવાની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવી વધુ સ્ટાફની ફાળવણી સાથે સ્થળ પર રજિસ્ટ્રેશન કરવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...