આત્મહત્યા:મહુવેજ ગામની હોટેલના પાર્કિંગમાં ટ્રકચાલકે કેબિનમાં રૂમાલ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસંબા પીઆઈને શંકા જતાં CCTV ચેક કરી પરિવાર સાથે તપાસ કરી ગુનો નોંધ્યો

માંગરોળ તાલુકાના મહુવેજ ગામની હદમાં નેહા નં 48 ઉપર આવેલી આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં એક ટેન્કર ચાલકે પોતાની કેબિનમાં જ રૂમાલ વડે ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરી લેતા હત્યાની આશંકાએ પોલીસે સીસીટીવી સહિત અન્ય મુદ્દાઓ તપાસ્યા હતાં. અંતે ડ્રાઈવરના પરિવાર સાથે વાતચીત કરી ડ્રાઈવરનો આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો છે. મહુવેજની સીમમાં આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં ં પાર્ક કરેલી ટ્રક નં (GJ-06AH-9291)ની કેબિનમાં લાશ હોવાનું અન્ય ટ્રક ડ્રાઈવરે હોટલ સિક્યુરિટીને જાણ કરી હતી.

સિક્યિરીટીએ હોટલના સંચાલકને જાણ કરતાં પોલીસને માહિતી આપી હતી. કોસંબા પોલીસે સીસીટીવીની ચકાસણી કરતાં ગાડી 6.30 વાગ્યે હોટલના કમ્પાઉન્ડમાં પ્રવેશી હતી. કેબિનમાં તપાસણી કરતાં મૃતક રૂમાલ વડે કેબિનમાં એન્ગલ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાય આવ્યું હતું. આટલી નાની જગ્યામાં આત્મહત્યા કેવી રીતે થઈ શકે. જેથી હત્યાની આશંકા સાથે પીઆઈ બી. કે. ખાચરે સ્થળ તપાસ કરી સીસીટીવીના કેમેરા તેમજ વધુ ચકાસણી કરતાં ટ્રક આવ્યા બાદ ટ્રકની આજુબાજુ કોઈની હીલચાલ ન હતી.

ઉપરાંત મૃતકના સંબંધીઓની તપાસ કરી હતી. જેમાં યુવકનું નામ પ્રમોદકુમાર પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું. સંબંધીના જણાવ્યા અનુસાર યુવક તાણમાં હતો. લગ્ન ન થતાં હોવાથી તે ચિંતિત હતો. તેણે તાણમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું તાપસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ અર્થે યુવકની લાશનું પીએમ કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...