માંગરોળ તાલુકાના પીપોદરા ગામે જીઆઈડીસીમાં મીરા ટેક્સટાઈલની સામે આવેલા ટ્રાન્સફોર્મર નીચે બેઠેલા ઈસમ ઉપર ટ્રાન્સફોર્મરમાં અચાનક પાવર આવી જતાં થયેલા શોર્ટ સર્કિટને કારણે ઝરેલા તણખા આ યુવક પર પડતાં ગંભીર રીતે યુવક દાઝી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી આસ્થા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ મિરા ટેક્સટાઈલની સામે કંપનીમાં કામ કરતાં મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી 25 વર્ષીય યુવક જીતુ સ્વાઈન લાઈટ ન હોવાને કારણે કંપનીની બહાર આવેલા ટ્રાન્સફોર્મરની નીચે છાયડામાં બેઠો હતો. તે દરમિયાન અચાનક પાવર આવી જતા ટ્રાન્સફોર્મરમાં લાગેલા વીજતારોમાં શોર્ટ સર્કિટ થતાં તેમાંથી ચણખા ઝળતા આ તણખા જીતુની ઉપર પડ્યા હતાં. જેને કારણે જીતુ જમણી છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને તેના સાથી કર્મચારીએ તુરંત જ કામરેજની દીનબંધુ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જે અંગે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.