તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:યુવકના ગુપ્તભાગે પથ્થર મારી હત્યા, લાશ નહેરમાં ફેંકી દેવાઇ

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજૂરી જવા નીકળેલા કીમના યુવકને રસ્તામાં મોત મળ્યુ
  • યુવકનો મૃતદેહ અને બાઇક મોલવણ પાસેથી મળી

કીમ ચાર રસ્તા ખાતે રહેતો અને છૂટક મજુરી કરી પોતાનું પેટિયુ રડતો યુવક રાત્રે કામ પર નીકળ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ તેની અગમ્યકારણસર મોઢાના તેમજ ગુપ્ત ભાગે ફટકો મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની ફરિયાદ તેના બનેવીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હત્યારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

કીમ ચાર રસ્તા રહેતો અને છુટક મજૂરી કરીને જીવન ગુજારતો ગોરગોવિંદ ઉર્ફે પપ્પુ (27) ગત રાત્રિના પોતાના કબજાની બાઇક નં (GJ-5BM-269) લઈને પોતાની મંજૂરી કામે ગયો હતો. આજરોજ વહેલી સવારે ગોરગોવિંદની નિર્મમ રીતે મોઢા પર તેમજ ગુપ્ત ભાગે પથ્થર મારી હત્યા કરેલી લાશ મોલવણ ગામની સીમમાં રસ્તાની બાજુમાંથી પસાર થતી નહેરના ફાંટામાં મળી આવી હતી.

જ્યાં નજીકમાં જ તેની બાઇક પણ મળી આવી હતી. આ યુવકની લાશ અંગે મોલવણ ગામના સરપંચે કોસંબા પોલીસને જાણ કરી હતી. કોસંબા પોલીસે લાશનો કબજો લઈ મૃતકના સગા સંબંધીની તપાસ હાથ ધરી હતી. જેમાં બાઇકના નંબર ઉપરથી મોટરસાઈકલના માલિકનો સંપર્ક કર્યો હતો. જે મોટરસાઈકલ મૃતકના મિત્રની હોય તેણે મૃતકના બનેવી કરણ સવાઈને ગોરગોવિંદની હત્યા અંગેની જાણ કરી હતી. ત્યારબાદ બનેવી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને તેમણે મૃતકની હત્યાની અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરી છે. યુવકની કયા સંગોજોમાં કોણે તેની હત્યા કરી તેની લાશ ગટરમાં ફેંકી દીધી તે પોલીસ માટે રહસ્ય છે.

અન્ય સમાચારો પણ છે...