તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકજામ:સાવા પાટિયા પાસે સર્વિસ રોડના ખાડા ન પુરાતા છાશવારે થતું ટ્રાફિકજામ

કોસંબા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકાના સાવા પાટિયા ચાર રસ્તા ઉપર બની રહેલા ઓવરબ્રિજના કામમાં કામ કરતી એજન્સીના માથે સર્વિસરોડની મરામતની જવાબદારી પણ છે. પરંતુ એજન્સી દ્વારા ખાડા ન પૂરતા લોકો હાલાકી સાથે ટ્રાફિકનો સામનો કરી રહ્યાં છે.

એકબાજુ ઓવરબ્રિજનું કામ ધીમીગતિએ ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ સર્વિસ રોડ પર પડેલા ખાડા ભરવા માટે કામ કરનાર એજન્સી આંખ આડા કાન કરતી હોય. ખાડાને કારણે ધીમીગતિએ ચાલતો હાઈવે પરના વાહન વ્યવહારથી સાવા પાટિયા ઓવરબ્રિજ વિસ્તારમાં છાશવારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય રહી છે, જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.

અકસ્માત ઝોન બનેલા સાવા પાટિયા ચાર રસ્તા ઉપર બની રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે. ચોમાસા દરમિયાન બ્રિજ બનાવનાર એજન્સી દ્વારા કામ પૂર્ણ કરવાની લાહ્યમાં યોગ્ય ધારાધોરણ મુજબ બ્રિજની રિટનિંગવોલમાં ખામી સર્જાય હતી, જેને કારણે નેશનલ હાઈવે ઓથોરિટીએ ખામીયુક્ત ભાગને એજન્સી દ્વારા ફરીથી બનાવ્યો હતો. હાલ પણ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. હાઈવેનો તમામ વાહન વ્યવહાર સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. સર્વિસ રોડ પર તેની ક્ષમતા કરતાં વધારે વાહનો ચાલતા હોય જેથી થોડા થોડા દિવસમાં સર્વિસ રોડ પર મસ મોટા ખાડાઓ પડી જાય છે.

આ ખાડાઓ પડવાથી વાહન ચાલકોએ મજબૂરીમાં પોતાના વાહન સર્વિસ રોડ પરથી ધીમી ગતિએ પસાર કરવા પડે છે, જેને કારણે નિયત વાહન વ્યવહાર ધીમો પડી જતાં ટ્રાફિકજામની સમસ્યા હાઈવેની બંને તરફ સર્જાય રહી છે. હાઈવે પર ટ્રાફિકજામ થતાં કલાકો સુધી વાહનચાલકોએ મજબૂરીમાં ટ્રાફિકમાં ફસાઈ રહેતા તેમનો કિંમતી સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો