માંગરોળ તાલુકા ના પીપોદરા જીઆઇડીસી ખાતે ચંપલ ની દુકાને ચપ્પલ ખરીદવા ગયેલા ભરવાડોએ મનપસંદ ચપ્પલ નહી મળતા દુકાનદારને ગાળો ભાંડી ભેગા થયેલા અન્ય દુકાનદારોને પણ ગાળો આપી દુકાનનો સામાન બહાર ફેંકી દઈ બે થી ત્રણ જણાને ઢોર મારમારી આંતક મચાવતા બે જણાને ઇજા થતાં સારવાર માટે ખસેડયા છે ઘટનાસ્થળે ધસી ગયેલી કોસંબા પોલીસે પરિસ્થિતિ કંટ્રોલમાં લઈ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
ઘટનાની વિગત એવી છે કે પીપોદરા જીઆઇડીસી ખાતે જગદીશ સિંહ ચીમન સિંહ અને કમલેશકુમાર બંસીલાલ ચપ્પલ ની દુકાને ગુરુવાર રાત્રિ ના મોટરસાયકલ પર કેટલાક ભરવાડો ચપ્પલ લેવા આવ્યા હતા, અને દુકાનદાર બંસીલાલ ને પુછ્યું કે અડ્ડા કંપનીની ચપ્પલ છે. કે દુકાનદારે ના કહેતા આટલી મોટી દુકાન ધરાવે છે અને અડ્ડા કંપનીની ચપ્પલ કેમ રાખતો નથી તેમ જણાવી ગાળો આપે ઝઘડો શરૂ તમને ગાળો આપી માર માર્યા હતા .
આ ઘટના બાદ આ ટોળકી શુક્રવારે સવારે ફરીથી આવતા તેમણે દુકાનદાર સાથે માથાકૂટ શરું કરી હતી અને ફરી દુકાનદારને માર મારવાનું શરું કરતાં આસપાસના દુકાનદારો પણ ત્યાં દોડી આવતા ભરવાડોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લઈને દુકાનનો સામાન રોડ ઉપર ફેંકી દઈ ને એક દુકાનદારને છુટ્ટી સાયકલ મારી દીધી હતી. ત્યારબાદ ઝઘડા વચ્ચે પડેલા અન્ય દુકાનદારો ઉપર ભરવાડ તૂટી પડ્યા હતા અને દુકાનો બંધ કરાવી દઇને મોટો ભય સર્જી દીધો હતો. ત્યારબાદ હાથમાં પહેરેલા કડા વડે ભરવાડોએ આડેધડ ઢોર માર મારતા 2 થી 3 દુકાનદારોને ગંભીર ઈજા થતાં કામરેજ અને સુરત હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ભરવાડોએ આંતક મચાવી રહ્યા ત્યાં વિસ્તારના અન્ય લોકો દોડી આવતા ભરવાડો ભાગી છૂટયા હતા.
બનાવ અંગે કોસંબા પોલીસ મથકના પી.આઇ જે એન વાઘેલા તેમજ પાલોદ પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે ધસી જઈને ભાગી છૂટેલા ભરવાડોને શોધખોળ હાથ ધરી હતી. ભરવાડોએ મચાવેલા આતંકમાં ત્રણેક દુકાનદારોને ગંભીર ઈજા થતાં કામરેજ સુરત સારવાર માટે ખસેડાયા છે કોસંબા પોલીસે આંતક મચાવનાર દેવરાજ દાનાભાઈ બોડીયા, વિજયભાઈ મેલાભાઈ જાદવ, રામાભાઇ રેવાભાઇ સિંધવ તથા અન્ય અજાણ્યા 3થી 4 ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.