કામગીરીમાં લોલમલોલ:હજી તો સાવા પાટિયાનો બ્રિજ શરૂ નથી થયો ને રિટનિંગ વોલની પ્લેટો ખસી ગઈ

કોસંબાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઇવે નંબર 48 સાવા અન્ડરપાસ બ્રિજની રીટર્નિંગ વોલના કોંક્રિટ પેનલો પોતાની જગ્યા છોડી બહાર નીકળી આવી છે. - Divya Bhaskar
નેશનલ હાઇવે નંબર 48 સાવા અન્ડરપાસ બ્રિજની રીટર્નિંગ વોલના કોંક્રિટ પેનલો પોતાની જગ્યા છોડી બહાર નીકળી આવી છે.
  • મહુવેજની હદમાં હાઇવે પર બનતાં ઓવરબ્રિજની કામગીરીમાં લોલમલોલ
  • કામગીરીમાં બેદરકારી દાખવાતાં બ્રિજની દિવાલની એક સાઈડ ઉપસી આવી

મહુવેજ ગામની હદમાં આવેલ સાવા પાટિયા ચાર રસ્તા ઉપર વર્ષોની માંગણી બાદ અને સેંકડો લોકોના ભોગ લેવાયા બાદ બની રહેલા ઓવરબ્રીજના કામમાં કામ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પોતાની અણ આવડત અને કામ ઝડપીથી પતાવવાની ઉતાળવમાં ઓવબ્રીજના એપ્રોચના રિટન્રિંગ વોલનું કામ ધારધોરણ પ્રમાણે ન કરતાં રિટર્નિંગ વોલમાં લાગેલી પેનલો પોતાની જગ્યા છોડી દઈ બહારની સાઈડ નીકળી આવી હતી. જેથી રિટનિગં વોલનું સ્ટ્રક્ટર ખોળવાયું છે. જેથી બ્રીજના કામની ગુણવત્તા ઉપર પ્રશ્ન ઊભો થયો છે.

નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ અંદર સાવા પાટિયા ચાર રસ્તા ઉપર વાહનો માટે અંડર પાસનું કામ ચાલી રહ્યું છે. જે અંડરપાસ એપ્રોચની હાઈલી રેઈન ફોસ્ટ અર્થ રિટનિંગ વોલનું કામમાં હાલ કેટલીક જગ્યાએ વોલની અંદર લાગેલ કોંક્રીટ પેનલો ખસીને બહારની સાઈડ ઉપસી આવી હોવાનું દેખાઈ રહ્યું છે.

પુલ શરૂ થયા પહેલા જ તેની ગુણવત્તા સામે અનેક સવાલો સર્જાયા
સાવા ઓવરબ્રીજની રિટનિંગ વોલમાં કોંક્રીટ પેનલો પોતાની જગ્યા છોડીને બહારની સાઈડે ખસી ગઈ હોવાનું સ્પષ્ટ પણે ઘણી જગ્યાએ દેખાઈ આવે છે. કોન્ટ્રાક્ટરે ઘણી જગ્યાએ પોતાની પોલ ખુલી ન જાય તે માટે ઘણી જગ્યાએ પેનલોનું મરામત કરી તેમાં સિમેન્ટ મારી હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. શું પુલ શરૂ થાય તે પહેલા જ પુલની ગુણવત્તા ઉપર ઉઠેલા પ્રશ્નોની સામે આંખ આડા કાન કરી નેશનલ હાઈવે ઓથોરિટી આવા જ કામને આગળ વધારશે? કે નુકસાન પામેલા ભાગોને નવેસરથી ખોલીને બનાવી પુલની આયુષ્ય મર્યાદા વધે તેવા પ્રયત્ન કરશે.

થર્ડ એજન્સી દ્વારા કામની તપાસ થાય
સાવા ચાર રસ્તા ઉપર બની રહેલ અંડર પાસ બ્રીજનું કામ પહેલાથી જ કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરોના નીતિ નિયમ મુજબ થતું ન હોવાનું અમને શંકા હતી. ટેન્ડરની કોપી અંગે પૂછતાછ કરતાં તેમણે અમને આપવાની ના પાડી હતી. અને હાલ જે ઓવરબ્રીજની જે હાલત થઈ છે તેમાં 100 ટકા કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરના નીતિ નિયમનું પાલન કરી ગુણવત્તા યુક્ત કામ કર્યું નથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે. જેથી અમારી માંગ છે કે કોઈ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા સમગ્ર કામની તપાસ કરવામાં આવે અને પુલના એપ્રોચના કામમાં જે ગડબડ થઈ છે તેને ફરીથી બનાવવામાં આવે. > અનિરુદ્ધસિંહ રણા, સામાજિક આગેવાન, કઠવાડા

કોન્ટ્રાક્ટરની ઉતાવળ મોંધી પડી
નેશનલ હાઈવે ઓથોરિટીના કામો કરતી એજન્સીના જાણકાર કોન્ટ્રાકટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રિટનિંગ વોલની અંડર જે કોંક્રીટ પેનલોનો દીવાલો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, પોતાની જગ્યા ટકાવી રાખવા પેનલોમાં લોખંડના સળિયા લાગેલા હોય છે. જેમાં હુક કરીને પોલીપ્રોપેલીન નામના ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાસ્ટિકની જાળી ફીટ કરવામાં આવે છે. પુલના એપ્રોચના અંદરના ભાગમાં ઓછામાં ઓછી 20 ફૂટ અંદર દબાવવાની હોય છે. ઓછામાં ઓછું 400થી 600 એમએમ સુધીનું માટીનું લેયર સ્ટેપબાય સ્ટેપ પાથરી કાળજીપૂર્વક રોલિંગ કરવાનું હોય છે.

વધુ સલામતી માટે આ જાળીની અંદર લોખંડના સળિયા માટીમાં ઘૂસાડવામાં આવે છે. જેથી જાળીની પકડ માટીની વચ્ચે મજબૂતાઈથી પકડાઈ રહે અને જાળી સાથે લાગેલ રિટનિંગ વોલની કોંક્રીટ પેનલ જગ્યા પર મજબૂતાઈથી ઊભી રહે. પરંતુ આ કામમાં પેનલને ટકાવી રાખવા માટે પ્લાસ્ટીકની જાળીને માટીના બે પડ વચ્ચે દબાવવાની કામગીરી યોગ્ય કરી ન હોય અથવા જાળી ટૂંકી વાપરી હોય અને કામ ઝડપથી આટોપવા રોલિંગ કામ કર્યું હોય, વાહનોનું દબાણ અથવા વરસાદ પડવાને કારણે માટી બેસી જવાથી દીવાલથી બહારની સાઈડે ખસી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...