હાલાકી:પાણેથા-વાલેસા વચ્ચે નાળું બેસી જતાં માર્ગ બંધ

કોસંબા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારે વરસાદમાં તૂટી ગયેલું નાળાનું સ્ટ્રક્ચર. - Divya Bhaskar
ભારે વરસાદમાં તૂટી ગયેલું નાળાનું સ્ટ્રક્ચર.
  • રસ્તો બંધ થવાને લીધે લોકોને લાંબો ચકરાવો વેઠવાની નોબત આવી

માંગરોળ તાલુકાના પાણેથા વાલેસા જોડતા ખેત રાડી રસ્તા ઉપર આવેલું વર્ષો જૂનું નાડુ હાલ વરસાદી પાણીના કારણે બેસી જતા સ્લેબ તૂટી ગયો હતો જેને કારણે હાલ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત દ્વારા આ નો ઉપયોગ કરતા વાહન ચાલકો માટે અન્ય રૂટ ઉપર વાહન વ્યવહારને ડાયવર્ઝન આપવાની જાહેરાત કરી છે અને યુદ્ધના ધોરણે નાડા ને રિપેર કરવાની તજવીત હાથ ધરી છે.

પાણેથા વાલેસા તરફ જતો ખેતરાળી રસ્તા ઉપર વરસો જૂનું ઈંટોથી બનેલું નાાળા જેવો કોન્ક્રીટ સ્ટ્રકચર આવેલું છે હાલ વરસાદના પગલે વર્ષો જુના ઈંટોના બનેલા સ્ટ્રકચરને નુકસાન પહોંચતા એક બાજુનું સ્ટ્રક્ચર ધરાસાઈ aથતાં તેને ઉપર બનાવેલો સ્લેબ અચાનક બેસી ગયો હતો .

સ્ટ્રક્ચર તૂટી પડતા સુરત જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યું છે અને તેને દૂધના ધોરણે રીપેર કરવાની કયામત હાથ ધરી છે પરંતુ તે દરમિયાન આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને વાલેસા અને પાનેથા જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના જાહેર કરવામાં આવી છે.

જેમાં નેશનલ હાઇવે થી વાલેસા જવા માટે દોઢ કિલોમીટર, અથવા આદિવાસી ફળિયાથી વાલેસા જવા માટે ત્રણ કિલોમીટર, છમુછલ થી વાલેસા જવા માટે ત્રણ કિલોમીટર, મોલવણથી પાણેથા ત્રણ કિલોમીટર એમજ સમુચલ થી પાણીતા જવા માટેનો રસ્તો 4:30 કિલોમીટરનો હોય તેનો કરી શકાશેસોમવાર સુધીમાં રસ્તો શરૂ થઇ જશે આ સ્ટ્રક્ચર વર્ષો જૂનું હોય હાલ વરસાદી પાણીના કારણે સ્ટ્રક્ચરની નીચે ધોવાણ થતા સ્ટ્રક્ચર તૂટી ગયેલ છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાળા નાખી રસ્તો સોમવાર બપોર સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. > મેહુલ વાળા, ઇજનેર માંગરોળ માર્ગ અને મકાન વિભાગ

અન્ય સમાચારો પણ છે...