કોરોના કહેર:કોસંબામાં કોરોનાગ્રસ્ત મહિલાના ઘરમાંથી 6 જણાના રિપોર્ટ નેગેટિવ, તંત્ર દોડતું થયું

કોસંબા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અનેક વિસ્તારમાં ફરી હોવાથી તંત્ર દોડતું થયું હતું

માંગરોળ તાલુકાના કોસંબા કોસંબાની મહિલા કાપડનો વ્યવસાય અર્થે મુંબઈ ગઈ હતી. જે  લોકડાઉન દરમિયાન મુંબઈમાં ફસાઈ ગઈ હતી. જ્યાંથી 14 મેના રોજ પરત આવતા તેને ઘરના 18 સભ્યો સાથે કોરન્ટાઈન કરવામાં આવી હતી. 20 મી મેના રોજ  મહિલામાં કરોનાના લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો 22 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાને બારડોલી માલીબા કોલેજ ખાતે આવેલ કોવિડ-19 કેરમાં સારવાર અર્થે ખસેડી આપવામાં આવી હતી. આ બાદ આરોગ્ય તંત્રએ આ મહિલા સાથે  રહેતા ઘરના 18 પરિવારના સભ્યોમાં સંક્રમણ ફેલાયું છે કે કેમ તે માટે ઘરની 2 સગર્ભા મહિલાઓ તેમજ 1 વૃદ્ધનો કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ બાદ ઘરમાં 5 નાના બાળકોના પણ  સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ 5 બાળકો પૈકી આજરોજ 3 બાળકોના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. અને 2 બાળકો ના સેમ્પલ પેન્ડિંગ છે. પોઝિટિવ મહિલાના ઘરમાંથી કુલ 8 જણાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 6 જણાના સેમ્પલ નેગેટીવ આવતા હાલ કોસંબા પંથકમાં માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...