કાર્યવાહી:68 લાખના સ્ટીલ ચોરી કેસમાં બાકીનો 28 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો

કોસંબા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને આરોપીઓને વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા

મુંબઈથી અમદાવાદ 68 લાખ રૂપિયાનું સ્ટીલ ભરીને જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરને 7 લાખમાં અન્યને વેચી દેવાની ઘટનામાં કોસંબા પોલીસે સુરત એક વેપારીના ગોડાઉનમાંથી 40 લાખથી વધુનો સ્ટીલનો જથ્થો રિકવર કર્યો હતો. પોલીસે આ ઝડપાયેલા આરોપીના રિમાન્ડ દરમિયાન 28 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી બંને આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.

મુંબઈથી અમદાવાદ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં 68 લાખની કિંમતનું 25 ટન સ્ટેન્ડ સ્ટીલનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. જેને ટ્રકના ડ્રાઈવર રાજા ઉર્ફે ગીલાનીએ તેના સાથીદાર મારૂફ સાથે ભેગા મળીને વચેટિયા સાગર તેમજ સીતારામ શાહને 7 લાખ રૂપિયામાં 68 લાખની કિંમતમાં સ્ટીલનો જથ્થો વેચી માર્યો હતો.

આ સ્ટીલના જથ્થાને સુરતના સ્ટીલના વેપારી તખતસિંહ તેમજ તેના ભાગીદાર અર્જુનસિંહને વેચ્યો હતો. આ ઘટનામાં કોસંબા પોલીસે વચેટિયા સાગર સ્ટીલનો જથ્થો ખરીદનાર તખતસિંહની ધરપકડ રિમાન્ડ દરમિયાન કોસંબા પોલીસે આ આરોપી પાસે થી 28 લાખની કિંમતનો સ્ટીલનો મુદ્દામાલ રિકવક કર્યો હતો. હજી બે ડ્રાઈવર તેમજ અર્જુન અને સીતારામ શાહની ધરપકડ કરવાની બાકી છે.

અન્ય સમાચારો પણ છે...