તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવન-જાવન:કોસંબાથી સુરત બસ સેવા શરૂ થતા રાહત, ટ્રેન બંધ હોવાથી થતી અગવડ ઉકેલાશે

કોસંબા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ સુરત ડેપો દ્વારા ઘણા લાંબા સમય બાદ હાલની કોરોના મહામારી ને કારણે જ્યારે લોકલ ટ્રેનો બંધ થઈ છે. ત્યારે લોકોની સગવડતા માટે કોસંબા થી સુરત ઇન્ટરસિટી એસટી બસો શરૂ કરવામાં આવી છે. જે રોજ દિવસના પાંચ વખત કોસંબા અને સુરત વચ્ચે આવન-જાવન કરશે.

કોસંબા વિભાગને બસો ફાળવવામાં આનાકાની વચ્ચે હાલમાં કોરોના મહામારી ના કારણે પશ્ચિમ રેલવે દ્વારા છેલ્લા છ મહિનાથી ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હોય અને હાલમાં પણ કોસંબા જેવા નાના રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેન એક્સપ્રેસ ટ્રેન ઉભી રહેતી હોય સુરતથી કોસંબા, કોસંબા થી સુરત રોજ અપડાઉન કરતા લોકોને ટ્રેન બંધ થતા ઘણી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કરીનેસ્થાનિક લોકોની રજૂઆતના પગલે સુરત ડેપો મેનેજર દ્વારા કોસંબા સુરત વચ્ચે રોજ પાંચ જેટલી બસની ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સવારે સાડા પાંચ વાગ્યે કોસંબાથી પહેલી બસ રવાના થશે. અને દિવસ દિવસ દરમિયાન આબાદ 7 45 ત્યારબાદ સવારે 10:00 અને બપોરે 03:30 અને સાંજે 6:00 બસ કોસંબાથી બસ સુરત જવા માટે ઉપડશે આ જ પ્રમાણે સુરત થી પણ સવારે 6:30 વાગે સવારે 8.45 બપોરે 02:25 ,4.45 અને સાંજે 7:30 કોસંબા માટે બસ ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...