તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:10થી વધુ ગંભીર ગુનાને અંજામ આપનારો ઝડપાયો

કોસંબા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વડોદરાના મોસ્ટ ટોપ-10 ગુનેગારમાં સામેલ પલ્લાસિંગે 2019માં કીમમાં વેપારીની હત્યા કરી હતી

2019માં કીમ ચાર રસ્તા વિસ્તારમાં ભૂંડના વેપારના રૂપિયાની લેતીદેતીમાં ભૂંડનો વેપાર કરતાં યુવકનું તેના સાથી વેપારી મિત્રએ સાગરીતો સાથે ભેગા મળીને હત્યા કરી હતી. હત્યાનો મુખ્ય આરોપી ચીકલીગર ગેંગનો સભ્ય હોય. ગુજરાતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ત્રણ હત્યા, લૂંટ, મારામારી, હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય. સુરત એસઓજીએ કીમ ચાર રસ્તાથી બાતમીને આધારે ઝડપી જેલ ભેગો કર્યો હતો.

31 ઓગસ્ટ 2019ના રાત્રિના મોટાબોરસરાની સીમમાં નવાપરાથી મોટાબોરસરા જવાના રસ્તા પર ભૂંડનો વ્યવસાય કરતાં યુવક હરદયાલસિંગ ચીકલીગર તથા તેના બનેવી બળવંતસિંગને વેપારના રૂપિયાની લેતીદેતી મામલે પલ્લાસિંગ રચીકલીગર તથા તના સાથીદારો રાજુ વસાવા તથા મુન્નાસિંગ ચીકલીગરે ભેગા મળી હરદયાલસિંગ તેમજ બળવંતસિંગને માર માર્યા હતાં. જેમાં હરદયાલસિંગની હત્યા કરી હતી. જે ગુનામાં કોસંબા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ દરમિયાન રાજુ અને મુન્નાસિંગ ચીકલીગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં મુખ્ય આરોપી પલ્લાસિંગ ચીકલીગર નાસતો ફરતો હતો.

સુરત જિલ્લા એસઓજીની ટીમે નાસતા ફરતાં આરોપીને પકડી પાડવાની ડ્રાઈવ હેઠળ પલ્લાસિંગને ઝડપી પાડવા માટે હ્યુમન ઈન્ટલિજન્સ તેમજ મોબાઈલ નેટવર્કનો સહારો લઈ બાતમી મેળવી હતી અને જ્યારે પલ્લાસિંગ કીમ ચાર રસ્તા નજીક પટેલનગર પાસે આવ્યો હતો ત્યારે હેકો. રોહિતભાઈ તેમજ જગદીશભાઈને આવવાની બાતમી મળતાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલો પલ્લાસિંગનું સાચુ નામ હરપાલસિંગ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તેણે ગુજરાત ભરમાં 5થી વધુ ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યુ હતું.

આરોપી પર આ પોલીસ સ્ટેશનમાં ગુના નોધાયા
કોસંબા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો, દભોરા પોલીસ સ્ટેશનમાં 2014માં મારામારીના ગુનામાં, બાસવાડા પોલીસ સ્ટેશનના ગુનામાં મારામારી અને ધાકધમકીના ગુનામાં 2017માં તેમજ 2018માં માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યા કરી હોય તેમાં પણ તે વોન્ટેડ હતો. 2019માં ગાંધીનગર સેક્ટર 21ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો ગુનો તેના પર દાખલ થયો હતો. ઉપરાંત ભરૂચ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2009-10માં બીપી એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન 2011માં મારામારી, ઝઘડાના કેસમાં તેના પર ગુનો દાખલ થયો હતો. જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

ચીકલીગર ગેંગ સાથે ભેગા મળી માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2012માં લૂંટ વિથ મર્ડર તેમજ હત્યાની કોશીશના ગંભીર ગુના પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તે જામીન પર છૂટ્યા બાદ 2016માં બાલાસીનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મારામારી કરી હત્યાની કોશીશના ગંભીર ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષોથી વડોદરા પોલીસ પલ્લાસિંગને શોધી રહી હતી
ગુજરાતમાં 10થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલો હરપાલસિંગ અથવા પલ્લાસિંગ માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા હત્યાના ગુનામાં વોન્ટેડ હોય તેના દ્વારા આચરેલા ગંભીર ગુનાને પગલે તેને વડોદરા શહેરના ટોપ-10 વોન્ટેડ ગુનેગારોમાં 7 નંબરે સ્થાન આપ્યું હતું. વર્ષોથી વડોદરા પોલીસ ડીસીબી તેને શોધી રહી હતી. સુરત એસઓજીએ તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો