દુર્ઘટના:પાલોદ આઉટપોસ્ટની મોબાઈલ વાનને ટેન્કરે ટક્કર મારતા પલટી મારી ગઇ

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતનો ભોગ બનેલ કોસંબા પોલીસ સ્ટેશનની સરકારી મોબાઈલ. - Divya Bhaskar
અકસ્માતનો ભોગ બનેલ કોસંબા પોલીસ સ્ટેશનની સરકારી મોબાઈલ.
  • મોબાઈલ વાનમાં સવાર તમામ પોલીસ કર્મચારીઓનો આબાદ બચાવ

કોસંબા પોલીસ સ્ટેશનની પાલોદ આઉટ પોસ્ટની સરકારી બોલેરો પીસીઆર વાન 31મીના રોજ રવિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં અમદાવાદથી મુંબઈ તરફ ના નેશનલ હાઇવે નંબર પર સિયાલજ ગામની સીમમાં હોટલ બાલવાસ તથા હોટલ તુલસીની વચ્ચેના ભાગમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા ટેન્કર નંબર (GJ 25 U3082) ચાલકે સરકારી મોબાઇલને ટક્કર મારી દેતા સરકારી મોબાઈલ વાન પલટી મારી ગઇ હતી.

જેમાં સવાર ડ્રાઇવર જશવંતભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ તેમજ અન્ય એક પોલીસ ઘરની કુલ મળીને 3 પોલીસ કર્મીઓ સવાર હોય. તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. અકસ્માત થતા ટેન્કરચાલક ટેન્કરને ત્યાંથી વાસી મુકીને ભાગી છૂટ્યો હતો આ ઘટનાની મોબાઈલ વાન ડ્રાઇવર જશવંતભાઈ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...