કબૂલાત:પીપોદરામાં સાથે રહેતા રૂમ પાર્ટનરનો હત્યારો પકડાયો

કોસંબા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે 7 જૂને મળસકે 4.00 વાગ્યાના અરસામાં પીપોદરાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ બંસરી ટેક્સટાઈલ ખાતે આવેલ ગ્રંથ સોપિગ સેન્ટરના દુકાન નં 2માં રહેતા એક યુવકને તેની સાથે રહેતા અન્ય યુવકે કોઈ કારણસર લાકડાના ફટકા મારી કરેલી હત્યામાં કોસંબા પોલીસે સુરતથી હત્યારાને ઝડપી પાડ્યો હતો.

પીપોદરા બંસરી ટેક્સટાઈલ ખાતે ગ્રંથ શોપિંગ સેન્ટરમાં રૂમ નં 2માં એસ મંગલુ રેડ્ડી નામના યુવકને તેની સાથે રહેતા ટુનાજેના નામના અન્ય યુવકે લાકડાના ફટકા મારી હત્યા કરી હતી. જેની ફરિયાદ બાજુમાં રહેતા દુકાનદારે કરી હતી. ઘટના સંદર્ભે કોસંબા ં પીઆઈ એચ. બી. ગોહિલ દ્વારા ા સ્ટાફ સાથે ભેગા મળીને ડીવાયએસવી સી. એમ. જાડેજાના સુપરવિઝનમાં ગુનાના આરોપી ટુનાજેને શોધવા હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ મોબાઈલ ટ્રેકિંગનો સહારો લીધો હતો. જેના આધારે સફળતા મળી હતી.

જેમાં હત્યાનો આરોપી ટુનાજેના સુરત શહેર પાંડેસરા વિસ્તારમાં ગુલશન નગર હાઉસિંગ ચોકી પાસે હોવાનું જાણવા મળતાં કોસંબા પોલીસની ટીમે તેને બાતમીવાળી જગ્યાએથી ઝડપી પાડ્યો હતો. ઝડપી પાડ્યા બાદ તેણે મૃતક મોબાઈલ ચોરી સંદર્ભે ઘણા દિવસથી ઝઘડો ચાલ્યો આવતો હોય. આવેશમાં આવી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...