તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પીપોદરા વેક્સિન મુદ્દે આરોગ્ય વિભાગે સ્થળ મુલાકાત કરી

કોસંબા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યાવહી ન થાય તો આપની આંદોલનની ચીમકી

માંગરોળના પીપોદરા ગામે ઔદ્યોગિક એકમમાં મજૂરો પાસેથી 100 રૂપિયા લઈ વેક્સિન મુકવાના ગોરખ ધંધામાં આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વેક્સિન બાબતે કાર્યાવહી ન થાય તો આંદોલન કરવાની આમ આદમી પાર્ટીની ચીમકી આપી છે. પીપોદરા ગામે ઔદ્યોગિક એકમમાં ખાનગી રાહે વેક્સિન મંગાવી મિલમાં કામ કરતાં મજૂરો પાસેથી 100 -100 રૂપિયા ઉઘરાવી વેક્સિન મુકવાના થયેલા ધંધાને કામરેજ તાલુકા પંચાયતના આપના વિપક્ષના નેતાએ ઝડપી વીડિયો બનાવી ફરતો કર્યો હતો. જે અંગે અહેવાલ પ્રસિદ્ધ થતા આરોગ્ય વિભાગે તપાસના આદેશો આપતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગુરુવારે આરોગ્ય વિભાગના તાલુકા તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓને શું કર્યાવહી કરવામાં આવી તે અંગે પ્રશ્ન પૂછતાં તેમણે હાલ તપાસ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમણે સ્થળની મુલાકાત પણ લીધી છે. અને જરૂરી તપાસ શરૂ કરી છે. પરંતુ હવે એ જોવું રહ્યું કે દિવ્ય ભાસ્કરે પુછેલા વેક્સિન સંદર્ભે પ્રશ્નોનું તંત્ર શું ઉત્તર આપે છે અને આગળ પોલીસ ફરિયાદ સહીતની કાર્યવાહી કરે છે કે કેમ તેની પર પણ પ્રશ્ન ઉભો થાય છે. વેક્સિન લાવી મુકવામાં આવી રહી હોય તો આરોગ્ય વિભાગના સરકારી દવાખાના કે સેન્ટર પરથી લાવીને મુકવામાં આવી હતી.

રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે
વેક્સિન પ્રકરણ સંદર્ભે સ્થાનિક તાલુકા કક્ષાના અધિકારીઓને તાલુકા કક્ષાની જવાબદારી સોંપાઈ છે અને તેમણે સ્થળની મુલાકાત પણ લીધી છે. તેમના દ્વારા રિપોર્ટ કરવામાં આવતાં સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરવાનો રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે. - ડો. હસમુખ ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...