માંગરોળ તાલુકાના પીપોદરા ગામે રહેતા ગૌરક્ષને સુરતના કુખ્યાત ખાટકી દ્વારા જાનથી મારવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. માંગરોળ તાલુકાના પીપોદરા ભંભોરા પાટિયા રણછોડ નગર ભરવાડ વાસમાં રહેતા ભરતભાઈ રાહાભાઈ ભરવાડ પશુપાલનની સાથે સાથે પ્રાણી ફાન્ડેશન (અગ્નિવીર) સંસ્થાના સુરતમાં ગૌરક્ષાના પ્રમુખ તરીકે સેવા આપે છે. જેમાં તેઓ અત્યાર સુધી 200થી વધુ ગૌહત્યા થવાના બનાવો અટકાવવાનું કામ કર્યું છે. જેના કારણે તેમના ઘણા દુશ્મનો છે.
સુરત રાંદેરમાં રહેતો અને ગૌહત્યાના ગુનામાં તેમજ ગેરકાયદેસર હથિયાર, મારમારી વગેરે ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ખાટકી જાવીદ અબ્દુલ મજીદ ગોરા ઉર્ફે જાવેદ મચ્છી (રહે. રાંદેર સુરત) તારીખ 17 જુલાઈના રોજ ભરતભાઈ ભરવાડને ફોન કરીને જણાવ્યું હતું કે જહાંગીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને મારા તબેલા ઉપર ગૌવંશ અંગેની રેડ કરાવી મારા જાનવરો પકડી પાડેલ છે. તેમજ પિકઅપ ટેમ્પો પણ જમા કરેલ છે. મારા વરીયાવ ગામ ઉપરના તબેલા ઉપર રેડ કરવા તે કેમ પોલીસ મોકલી તેમ જણાવ્યું હતું.
જેથી ભરત ભરવાડે જણાવ્યું હતું કે મારા ભંભોરા પાટિયાના ઘરે છું. મે કોઈ પોલીસ મોકલી નથી. મે કોઈ કંટ્રોલમાં ફોન કર્યો નથી. આવુુ ભરતભાઈએ જણાવ્યું હતું છતાં જાવેદ માન્યો ન હતો. અને તેને નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી . આ જાવીદ ગૌવંશ હત્યા, મારામારી, ગેરકાયેદ હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલ છે. ભરતભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં જાવિદ વિરુદ્ધ ભરતભાઈએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કારને આંતરી ગૌરક્ષકના ભત્રીજાને પણ ધમકી
તારીખ 18મીના રોજ સંજયભાઈ ભરવાડ ભરતભાઈ ભાઈની સ્કોર્પિયો લઈને સુરત આરટીઓના કામ માટે ગયો હતો. જે સ્ક્રોર્પિયો ભરતની છે. તેવું ઓળખતા હોવાથી જાવેદ ખાટકીએ ભરત જ કાર લઈને આવ્યો હોવાનું માની બપોરે 2.30 કલાકે મોરા ભાગળથી ઉગત ગામના પાટિયા પાસે ટુવ્હીલરથી સ્ક્રોર્પિયો ગાડીને આતરી ટુવ્હીલર ઊભી રાખી ગાડી તપાસતા ગાડીમાં સંજય મળ્યો હતો. જેથી તેનું અનુમાન ખોટું નીકળતાં સંજયને ભરતભાઈ વિશે પૂછપરછ કરી નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.