તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:તરસાડીના 3 વોર્ડની 6 બેઠકમાં ફેરફાર થતાં સમીકરણ બદલાયા, વોર્ડ નંબર 1, 4, 5 અને 7માં કોઈ બદલાવ કરાયા નથી

કોસંબા18 દિવસ પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકાનીતરસાડી નગરપાલિકાની 28મી ફેબ્રુઆરીના રોજ યોજનારી ચૂંટણીમાં નગરના 7 વોર્ડમાં આવેલી 28 બેઠકોમાં કુલ 3 વોર્ડની 6 જેટલી બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે 4 વોર્ડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. તરસાડી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આજથી ચૂંટણીના ફોર્મ વિતરણ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ત્યારે નગરમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે ચૂંટણી પંચ દ્વારા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ત્રણ વોર્ડની 6 બેઠકોમાં ફેરફાર કર્યો છે.

જેમાં વોર્ડ નં 2માં સામાન્ય સ્ત્રીના બદલે અનુસુચિત આદિજાતિ સ્ત્રીની બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે અનુસુચિત આદિજાતિના બદલે સામાન્ય બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે વોર્ડ નં 3માં સામાન્ય સ્ત્રી બેઠકને બદલીને પછાત વર્ગ સ્ત્રીની બેઠક કરવામાં આવી છે. આ વોર્ડમાં પછાત વર્ગના બદલે સામાન્ય બેઠક બદલવામાં આવી છે. વોર્ડ નં 6માં અનુસુચિત આદિજાતિ સ્ત્રીના બદલે અનુસુચિત જાતિ સ્ત્રી બેઠકમાં બદલાવ કરવામાં આવ્યો છે. જ્યારે આ વોર્ડમાં અનુસુચિત જાતીના બદલે અનુસુચિત આદિજાતિ કરવામાં આવ્યું છે.

જેમાં તરસાડી નગરના બહુચર્ચિત પૂર્વ પ્રમુખ બબીતાબહેન વસાવાની ટિકિટ કપાશે તેના બદલે અનુસુચિત જાતિની સીટ ફાળવવામાં આવી છે. આ સિવાય નગરના 1, 4, 5 અને 7 નંબર વોર્ડમાં કોઈપણ જાતનો બદલાવ કર્યો નથી.આ બદલાવથી ઘણા જૂના નગરસેવકોને બદલે નવા ઉમેદવારોને ચાન્સ મળશે. આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંને યાદી જાહેર કરશે ત્યારે કયા નવા ચહેરાનો સમાવેશ આ બદલાવમાં કરવામાં આવ્યો છે તે જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો