વિવાદ:પીપોદરા ટાઈલ્સ ફેક્ટરીના ડ્રાઈવરનો મજૂરો પર ચપ્પુથી હુમલો, એક ગંભીર

કોસંબા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ગણતરીના કલાકમાં હુમલો કરનાર ડ્રાઈવરને ઝડપી લીધો

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલી સ્વાસ્તીક ટાઈલ્સ ફેક્ટરીમાં ટેમ્પાના ડ્રાઈવરે પોતાની સાથે કામ કરતાં ફેક્ટરીના મજૂરો પૈકી એક મજૂરની પત્નીથી ડ્રાઈવરના મોબાઈલ પર ભૂલમાં લાગી ગયો હતો. જેથી ડ્રાઈવર જૂના નાના મોટા ઝઘડાને કારણે આવેશમાં આવેલા ડ્રાઈવરે મજૂરો ઉપર ચપ્પુ લઈને હુમલો કર્યો હતો. જેમાં બે મજૂરને પેટમાં ચપ્પુ માર્યું હતું. જે પૈકી એકની હાલત ગંભીર હોય પોલીસે હત્યાની કોશીશનો ગુનો દાખલ કરી આરોપીને ગણતરીના સમયમાં પકડી લીધો હતો.

પીપોદરા ગામ ખાતે મોગલ માતાના મંદિરની પાછળ આવેલ સ્વસ્તિક ટાઈલ્સ ફેક્ટરીમાં કંપનીના આઈસર ટેમ્પા ઉપર મૂળ ભરૂચના રહેવાસી સૂર્યા ઉર્ફે સૂર્યવદન છગન પટેલ ડ્રાઈવિંગનો ધંધો કરે છે. તેની ખોલવડ ખાતે પિયરમાં રહેતી પત્ની સાથે અવાર નવાર ઝઘડો તકરાર વગેરે ચાલતું હોય. બંને પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં બંનેને સમજાવવા માટે ફેક્ટરીમાં કામ કરતાં કિશનભાઈ આનંદભાઈ વસાવા તેમજ બહાદુરભાઈ વસાવા સમજાવવા જતા હતાં. બંનેને ઝઘડો ન કરવા જણાવતાં હતા. સૂર્યા અને તેની પત્ની વચ્ચે થયેલા ઝઘડાના સમાધાન કરાવવા ગયેલા કિશનભાઈ અને બહાદુરભાઈને માથા ફરેલ સૂર્યો નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

3 જૂનની રાત્રીના કંપનીમાં રેતીની ગાડી આવવાની હોય. કિશનભાઈ તથા તેમની પત્ની સુહાસીની કંપનીમાં નીચે કપચીના ઢગલા ઉપર બેઠા હતાં. આ દરમિયાન 9.00 વાગ્યાના અરસામાં બહાદુર વસાવા પણ આવી ને બેઠા હતાં. 10.00 વાગ્યાના અરસામાં બહાદુરભાઈ પત્ની મનીષાબહેન ત્યાં મોબાઈલ લઈને આવી હતી. અને આ લોકોને જણાવ્યું હતું કે હું મારા ઘરે ફોન કરતી હતી ત્યારે ભૂલથી સૂર્યાભાઈને ફોન લાગી ગયો છે. એ ગમેતેમ ગાળો બોલે છે. જેથી બહાદુરભાઈએ સૂર્યાને ફોન કરીને જણાવેલ કે હું બહાદુર બોલું છું , મારી પત્નીથી તને ભૂલથી ફોન લાગી ગયેલ છે.

એવી ચોખવટ કર્યા બાદ પણ સૂર્યો ગાળો બોલતો હોય. બહાદુરભાઈએ ફોન મુકી દીધો હતો. થોડી વારમાં જ સૂર્યો ત્યાં દોડતો દોડતો આવ્યો હતો, અને નાલાયક ગાળો બોલી પોતાના હાથમાં જાનથી મારી નાંખવા માટે ચપ્પુ જેવું તિક્ષણ હથિયાર લઈને આવ્યો હતો. જેથી કિશનભાઈએ સૂર્યાને અહીં લડાઈ ઝઘડો કરવાનો નથી છાનો માનો અહીં થી ચાલ્યો જા. એમ જણાવતા સૂર્યાએ ઉશ્કેરાઈને ચપ્પુનો ઘા કિશનના પેટમાં માર્યો હતો. અને બાજુમાં ઊભા રહેલા બહાદુરને પણ તેણે ચપ્પુનો ઘા પેટના ભાગે હુલાવી દીધો હતો. જેથી બંને જણા લોહી લુહાણ થઈને પડી ગયા હતાં. જેથી બુમાબૂમ કરતાં ત્યાં બંનેની પત્ની આવી જતાં સૂર્યો ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

કિશન અને બહાદુરના પેટમાંથી લોહી નીકળતું હોય. બંનેને 108ની મદદથી સુરત સ્મીમેર હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બહાદુરભાઈને આંતરડામાં ગંભીર ઈજા પહોંચી હોય. તેને આઈસીયુ માં દાખલ કરવામાં આવ્યો છે. કિશનરભાઈએ સૂર્યા ઉર્ફે સૂર્યવદન વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ગુનો નોંધાવતાની સાથે હરકતમાં આવેલી કોસંબા પોલીસે ગણતરીના કલાકોમાં ખોલવડ તેની સાસરીમાંથી સૂર્યાને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...