અકસ્માત:ભાવનગરથી બાઇક પર આવતા દંપતીને ઘરથી માત્ર 25 કિમી દૂર અકસ્માત નડ્યો

કોસંબા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટીનરોલી નજીક ટ્રકનું વ્હીલ ફરી વળતા પત્નીનું મોત

ભાવનગર પાલીતાણાથી સુરત ઘરે પરત ફરી રહેલા બાઈક સવાર દંપતિની સુરત પોતાના ઘરે પહોંચે તે પહેલાજ માત્ર 25 કિમી દૂર નેહા નં 48 પરઅજાણ્યા વાહનચાલકે દંપતીની મોટરસાઈકલને અડફેટે લેતા પત્ની રોડ પર પટકાતા તેના પરથી વાહન ફરી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

સુરત હીરાબાગમાં 47 વર્ષીય દાનસનભાઈ આકરસીભાઈ સોલંકી જે હીરા ઘસવાનું કામકરે છે. જે પોતાની પત્ની મધુબહેન સાથે થોડા દિવસ પૂર્વે પોતાના વતન ભાવનગર જિલ્લાના પાણીલાતાણા તાલુકાના વાડુકર ગામે ગયા હતાં. ત્યાંથી તારીખ 15મીના રોજ સવારે 7.00 વાગ્યાના અરસામાં પોતાની સ્પ્લેન્ડર મોટરસાઈકલ (GJ-05LF-3730) લઈને સુરત આવવા નીકળ્યા હતાં.

તેમની સાથે તેમના ભત્રીજા રાજુભાઈ અને તેની પત્ની દેવુબહેન સાથે નીકળ્યા હતાં. બપોરે તારાપુર જમી પરવાળી સુરત આવવા નીકળ્યા હતાં ત્યારે સાંજના અંદાજિત 7.30 વાગ્યાના અરસામાં અમદાવાદથી મુંબઈ તરફ જતાં રોડ પર કીમ ચોકડી નજીક મોટી નરોલી ગામની સીમમાં બાલવાસ હોટલ પાસે આવતાં પાછળથી આવતી કોઈ અજાણી ટ્રકે દાનસનભાઈની મોટરસાઈકલને અચાનક ટક્કર મારતાં તેઓ મોટરસાઈકલની ડાબી પડખે પડ્યાહતાં. જ્યારે તેમની પત્ની મધુબહેન જમણી બાજુ પડી હતી. તે ટક્કર મારનાર ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતાં ટ્રક છાંતીના ભાગે ફરી જતાં મધુબહેનનું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...