ફરિયાદો ઉઠી:સવારે 7 વાગ્યે શરૂ થયો કેમ્પ છતાં અધિકારી 9 વાગ્યે પણ ન પહોંચ્યા

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસંબા PHCમાં વેક્સિનેશન કેમ્પની ઘટના

માંગરોળ તાલુકાના કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડિકલ ઓફિસર સમયસર નિયત સમય દરમિયાન પોતાની ફરજ પર હાજર રહેતા ન હોય જે અંગે અવાર નવાર ફરિયાદો ઉઠી હતી. આજરોજ વડાપ્રધાનના જન્મદિને મેગા વેક્સિનેશન કેમ્પ હોય સવારે 7.00 વાગ્યે વેક્સિનેશન શરૂ કરવાનું હોય દિવ્ય ભાસ્કર દ્વારા સવારે 9.00 વાગ્યાની આસપાસ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરતાં કોઈ પણ અધિકારી હાજર ન હોય. જે અંગે આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન મુકવાની ફરજ બજાવતાં એક કર્મચારીને પૂછતાં મેડિકલ ઓફિસર હજુ આવ્યા ન હોવાનું જણાવ્યું હતું. કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 4 મેડિકલ ઓફિસર ફરજ બજાવે છે. તેમાં બે એમબીબીએસ ડોક્ટર તેમજ બે આયુષ ડોક્ટરનો સમાવેશ થાય છે. ...અનુસંધાન પાના નં : 3 પર

ચાર-ચાર ડોક્ટર ફરજ પર હોય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોસંબા 24 કલાક કાર્યરત રાખવાનું હોય. ડોક્ટરો પોતાના નિયત કરેલા ફરજ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં હાજર રહેતા ન હોય, અને ફરજ પરથી ગુટલી મારતાં હોવાની વારંવાર ફરિયાદો મળતી હોય છે. આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય. આ પ્રસંગે સવારે 7.00થી મોડી રાત્રી સુધી મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન આખા ગુજરાતભરમાં કરવામાં આવ્યું હોય. વહેલી સવારે 7.00 વાગ્યાથી દરેક મેડિકલ ઓફિસરોને સવારથી આરોગ્ય કેન્દ્ર પર ફરજ પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

જેથી વેક્સિનેશન શરૂ થયું છે કે કેમ અને કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરો હાજર થયા છે કે કેમ જે અંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 9.00વાગ્યે રૂબરૂ જઈ તપાસ કરતાં પ્રા. આ. કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ગેરહાજર હતાં. પ્રા. આ. કેન્દ્રમાં વેક્સિનનો પ્રોગ્રામ ચાલુ હોય. વેક્સિન મુકવાની ફરજ બજાવતમાં કર્મચારીને મેડિકલ ઓફિસર અંગે પૂછતાછ કરતાં તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી મેડિકલ ઓફિસર ફરજ પર આવ્યા ન હોવાનું જણાવ્યું હતું.

આજે વેક્સિનનો પ્રોગ્રામ હોય મેડિકલ ઓફિસરને સૂચના આપ્યા પછી પણ મેડિકલ ઓફિસર કેમ આવ્યા ન હોવાનું પૂછતાં હાજર કર્મચારી કોઈ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આ સમગ્ર ઘટનાને દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. જે અંગેની જાણ તાલુકા હેલ્થ ઓફિસર સમીર ચૌધરીને કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...