તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કોસંબા પોલીસ સ્ટેશનના ઘેરાવા પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

કોસંબાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

2017માં માંગરોળ તાલુકાના દિણોદ ગામે એક ફેક્ટરીમાં કામ કરતાં કામદારે વોટ્સઅપ ઉપર મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવા મેસેજ ફરતા કર્યા હતાં. તેની સામે ફાટી નીકળેલા રોષની ઘટનામાં આરોપીને કોસંબા પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ કોસંબા પોલીસ સ્ટેશનને લોકોએ ઘેરી લીધુ હતું. આવેશમાં આવેલ ટોળાએ કોસંબા પોલીસ સ્ટેશનમાં નુકસાન કર્યું હતું. જે સંદર્ભે દાખલ થયેલ ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને કોસંબા પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી કાર્યવાહી કરી છે.

સુરત જિલ્લા પોલીસવડા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના ડ્રાઈવના અનુસંધાને 2017માં દિણોદ ગામે આવેલી એક ફેક્ટરીમાં એક કામદારે મુસ્લિમ ધર્મ લાગણી દુભાય તેવા મેસેજ ફરતાં કર્યા હતાં. આ સંદર્ભે મેસેજ ફરતો કરતાં આરોપીને ઝડપી લાવી તેને જેલમાં ધકેલ્યો હતો. આ આરોપીને પાઠ ભણાવવા માટે લોકટોળું કોસંબા પોલીસ સ્ટેશને ધસી આવ્યું હતું.

આરોપીને પોલીસના ઝાપટામાંથી ખેંચી કાઢી માર માર્યો હતો. આ ઘટનામાં કોસંબા પોલીસને 307, 323, 332, 452 તથા મિલકતને નુકસાન પહોંચાડવા અંગેનો ગુનો કેટલાક લોકો વિરુદ્ધ નોંધ્યો હતો. આ ગુનામાં નાસતા ફરતાં અબ્દુલ મુનીરભાઈ શેખને આજરોજ બપોરે પીરામલ ગ્લાસથી ખરચ જતા રોડ પર હેમાશું રશ્મીકાંત એએસઆઈ તાજુબ્બદિન દ્વારા બાતમી આધારે ઝડપી પાડી જેલને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો