તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કોસંબાના જ્વેલર્સમાં 6 કરોડની લૂંટનો આરોપી 11 વર્ષ બાદ પકડાયો

કોસંબાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કે એમ જ્વેલર્સ લૂંટનો આરોપી. - Divya Bhaskar
કે એમ જ્વેલર્સ લૂંટનો આરોપી.
 • આરોપી નામ બદલીને મજૂરી કામ કરતો હતો

માંગરોળ તાલુકાના કોસંબા તરસાડીના કે. એમ. ચોક્સી જ્વેલર્સમાં 2010માં 6 કરોડના સોના-ચાંદીના દાગીના તથા રોકડની લૂંટ થઈ હતી. આ લૂંટની ઘટનાનો 11 વર્ષથી નાસતો ફરતો મોસ્ટ વોન્ટેડની ટોપ-10માં સામેલ એવો ખુંખાર ધાડપાડુ સુરત એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

કોસંબા તરસાડીમાં કે. એમ. જ્વેલર્સ પેઢીમાં 15થી 20 કરતાં વધુ લૂંટારુઓ હથિયાર સાથે પ્રવેશી સોના -ચાંદી રોકડ સહિત 6 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ કરી હતી. આ લૂંટ સંદર્ભે જે તે વખતે એલસીબીએ ગુનામાં સામેલ મધ્યપ્રદેશ જાંબુઆ ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા હતાં. મુખ્ય સુત્રધાર મુળ પાકિસ્તાનના રહેવાસીને એટીએસએ ઝડપી પાડ્યો હતો. ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુકેશ ઉર્ફે વિશાલ રત્ના બારિયા 11 વર્ષથી નાસતો ફરતો હતો.

આરોપીને ઝડપી પાડવા એલસીબી પીએસઆઈ પી. સી. સરવૈયા તથા એલસીબીની ટીમ બનાવી જાંબુઆ તપાસ કરી હતી. જ્યાં આરોપી કામ માટે ગુજરાતમાં ચોરી છુપીથી રહેતો હોવાનું જાણવા મળેલ હતું. જેથી એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ દીપક કાર્તિકગીરી, ચેતનગીરી, વિક્રમભાઈને બાતમી મળી હતી કે લૂંટમાં સંડોવાયેલો મુકેશ બારિયા આણંદના વાસદમાં રેલવે સ્ટેશનની બાજુમાં ઝુપડપટ્ટીમાં રહી મજૂરી કરે છે. બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી તેને દબોચી લીધો હતો. ઝડપી પાડી પોલીસે તેની ઉલટ તપાસ કરતાં 2010માં તેણે કે. એમ. ચોક્સી કોસંબા ખાતે લૂંટ કરી હોવાનું કબૂલાત કરી હતી.

નહારિયા ગેંગ મજૂરી કરી જગ્યાની રેકી કરે છે
કે. એમ. ચોક્સી જ્વેલર્સમાં લૂંટ કરનાર મધ્યપ્રદેશના જાંબુઆ વિસ્તારની નહારિયા ગેંગ તરીકે પ્રચલિત છે. મુકેશ પણ ગેંગનો સાગરીત છે. આ ગેંગના માણસો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતાં હોય છે. તે દરમિયાન ચોરી અને લૂંટ કરવા માટેની જગ્યાની રેકી કરી લૂંટને હથિયારો વડે અંજામ આપતા હોય છે.

હથિયાર અને ચોરીના ગુનામાં પકડાયો હતો
મુકેશ કોસંબાની લૂંટની ઘટના બાદ ગુજરાતના અન્ય વિસ્તારમાં નાસતો ફરતો હતો. ચોરી છુપીથી વસવાટ કરતો હતો. દરમિયાન તેણે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં જાંબુઆ ક્ષેત્રમાં પકડાયો હતો. તેમજ ગોધરા વિસ્તારમાં ચોરી પણ કરી હોય તેમાં પણ તે વોન્ટેડ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો