મહિલા દિવસ:21 વર્ષીય યુવતી પોતાની સિક્યુરિટી એજન્સીમાં 300 પુરૂષોનું નેતૃત્વ કરે છે

કોસંબા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરાટેની તાલીમથી આત્મરક્ષા સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો

ભરૂચ જિલ્લાનું દહેજ ની જીઆઇડીસીમાં કોઈ કંપનીમાં જવું પછી વલસાડ ખાતે આવેલી અતુલ જીઆઇડીસીમાં કંપનીઓમાં જવાનું અથવા તો વડોદરા અમદાવાદ કે દિલ્હી પોતાની કાર લઈને રાત્રિના કોઈપણ સમયે કાર માં પોતે એકલી હોય તો પણ સહી-સલામત ઘરે આવું આ આત્મવિશ્વાસ કોસંબાની 21 વર્ષીય પ્રગતિ ઓમ પ્રકાશ રાજપુત ની અંદર સમાયેલો છે આ એકવીસ વર્ષીય યુવતી આજે 300 પુરુષોને સમાવતી સિક્યુરિટી એજન્સી નું એકલા હાથે સંચાલન કરે છે.

આ આત્મવિશ્વાસ તેને કરાટેની તાલીમ અને આત્મારક્ષાની તાલીમથી મેળવ્યો છે પ્રગતિ જ્યારે ચાલવાનું શીખી ત્યારથી જ પોતાના કરાટે ટ્રેનર પિતા ઓમપ્રકાશ સિંહ રાજપૂત પાસેથી તેની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું માત્ર 14 વર્ષની ઉંમરમાં જ પ્રગતિ એ કરાટેમાં મહરત હાસિલ કરી લીધી હતી અને કરાટેમાં મુશ્કેલ ગણાતા બ્લેક બેલ્ટ મેળવ્યો હતો આ કરાટેની તાલીમ તેમણે જીવનમાં ડગલે પગલે કામ આવી હતી પ્રગતિ ધોરણ 12 પાસ કર્યા પછી વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ત્યાર બાદ તેણે એમ એસ આર ડી માં માસ્ટર ડિગ્રી પણ મેળવી.

ભણતરની સાથે સાથે જ પ્રગતિ એ પોતાના પિતાના સિક્યુરિટી કંપનીના પપ્પાને મદદ કરવાનું શરૂ કર્યું તે અંકલેશ્વર ખાતે આવેલી આખી ઓફિસનું એકલા હાથે સંચાલક કરે છે ભણતર પૂરૂં થતાં જ પ્રગતિ એ તેના મદદથી એક સિક્યુરિટી કંપની ની સ્થાપના કરી જે સિક્યુરિટી કંપનીમાં આજે 300 સિક્યુરિટી ગાર્ડ દહેજ વલસાડ વગેરે જગ્યાની કંપનીઓમાં કામ કરે છે આ તમામ જગ્યાએ પ્રગતિ પોતાની કાર લઇને ઓફીસ વર્ષથી માંડીને તમામ પ્રકારનું કામ એકલા હાથે કરે છે.

આ કામમાં તેને રાત્રિના ઘણીવાર મોડે સુધી કામ કરવું પડતું હોય પ્રગતિ પોતાની કાર લઇને એકલી જ દોડધામ કરે છે આટલો આત્મવિશ્વાસ તેને કરાટેની તાલીમને કારણે જ મળ્યો છે પ્રગતિ આજે કરાટેની તાલીમને કારણે 8 થી 10 પુરુષોને ધૂળ ચડાવવા માટે સક્ષમ છે પ્રગતિ આજે પોતાના પિતાને સાથે મળીને મહિલાઓને અને યુવતીઓને જગ્યાએ આત્મરક્ષાની ટ્રેનિંગ આપે છે અને આત્મવિશ્વાસ વધારવાનું કાર્ય કરે છે.

માતાપિતા પોતાની દીકરીને આત્મરક્ષાની તાલીમ આપાવે
સ્કૂલ કૉલેજ માં કરાટે અને સેલ્ફ ડિફેન્સની તાલીમ ફરજિયાતહોવી જોઈએ .તાજેતર માં જે ગ્રિષમાં સાથે થયું જે તેવી કોઈ ઘટના જો કરાટે કે સેલ્ફડીફેન્સ ની તાલીમ લીધેલી મહિલા કે યુવતી સાથે બને તો તે ઘભરાયા વગર પોતાનો જીવ બચાવી શકે છે અથવા આવી કોઈ ઘટના બીજા સાથે થતી હોય તો તેનું પણ રક્ષણ કરી શકે હું દરેક દીકરી ના માતા પિતા ને આપિલ કરું છું કે પોતાની દીકરી માટે જેટલી સંગીત અને ડાંસ ની તાલીમ જેટલી જ જરૂરી આત્મરક્ષાની તાલીમ પણ છે માટે દરેક માતાપિતા પોતાની દીકરી ને તાલીમ આપાવે. - પ્રગતિ રાજપૂત

અન્ય સમાચારો પણ છે...