ગૌરવ:તરસાડીની કિશોરી સાંસ્કૃતિક આદાન પ્રદાન હેતુથી એક વર્ષ અમેરિકા રહેશે

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવી જ રીતે બ્રાઝીલની કિશોરી પણ તરસાડીમાં પધારી છે

રોટરી ઈન્ટરનેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સુરત જિલ્લાના તરસાડી ખાતે આવેલી બ્રાંઝીલની કિશોરીની જેમ જ તરસાડીની રોટરી કલબની એક કિશોરી યુથ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અમેરિકા પહોંચી હતી. રોટરી ઈન્ટરનેશનલ કલબ દુનિયાના 30થી વધુ દેશોમાં ફેલાયેલો છે. તેના હજારો ક્લબ આવેલા છે.

રોટરી ઈન્ટરનેશનલ પોતાના રોટરી કલબ મેમ્બરોના બાળકો એક બીજાના દેશમાં જઈ ત્યાની સંસ્કૃતિ વગેરે શીખે તે માટે રોટરી યુથ એક્સેચન્જ પ્રોગ્રામ ચલવે છે. જેમાં વિદેશમાંથી બાળકો પોતાના પસંદગીના દેશોમાં જઈ ત્યાં એક વર્ષ રહીને તે દેશની સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરી પોતાનું ભણતર આગળ વધારે છે.

તાજેતરમાં તરસાડી ખાતે બ્રાંઝીલમાંથી એક કિશોર જીઓવાના તરસાડી મુકામે ભારતીય સંસ્કૃતિ જાણવા અને સમજવા આવી છે. આજ પ્રકારે તરસાડીની 16 વર્ષની કિશોરી વૈદેહી અર્જુનસિંહ સાંગદોડ અમેરિકાના વેલિંગફોર્ડ ખાતે એક વર્ષ માટે આ પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં અમેરિકા પહોંચી છે. વૈદેહીએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકાની સંસ્કૃતિ જોવા અને સમજવા જાઉં છું, પરંતુ ત્યાં ભારતની સંસ્કૃતિ અને ભારતનું નામ પણ ઉજ્જવળ બને તેવા પ્રયત્ન હું કરીશ.

અન્ય સમાચારો પણ છે...