તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તરસાડી નગર પાલિકાની 28 ફેબ્રુઆરીના રોજ યોજનારી ચૂંટણીમાં આજરોજ ફોર્મચકાસણીમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં 3ની ઉમેદવારના ચાર સંતાન હોવાનો દાવો કરી કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરતાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારનું ફોર્મ રદ્દ કરી ડમી ઉમેદવારને બહાલી આપી હતી.
ઉમેદવારીપત્રકની ચકાસણી તેમજ તેની સામે વાંધા વગેરેની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતનો દિવસ હોય તરસાડી નગર કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં 3માં મેન્ડેટ મેળવી ઉમેદવારી પત્ર ભરનાર મુખ્ય ઉમેદવાર સલમાબીબી શબ્બીર શાહના ચાર સંતાનો હોવાનો તેમજ ઉમેદવારે એક બાળકનું જન્મનું પ્રમાણપત્ર ખોટું રજૂ કરી ખોટી એફિડેવિટ રજૂ કરી હોવાનું રજૂઆત કરી હતી, જેમાં કોસંબા ગ્રામ પંચાયતના જન્મનો દાખલો સલમાબહેનની પુત્રી જૈનબનો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તેની જન્મતારીખ 1-10-2004 હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
હકીકતમાં આ પુત્રીની સાચી જન્મતારીખ 1-10-2006 હતી અને તેનો જન્મ તરસાડી નગરપાલિકા વિસ્તારમાં થયો હતો અને તેની નોંધણી પણ તરસાડી નગરપાલિકાના દફતરે થઈ હતી. પુરાવા સ્વરૂપે સાચો દાખલો રજૂ કરવામાં આવતાં અને કોંગ્રેસપક્ષની દલીલો સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ ઉમેદવાર સલમાબીબી શબ્બીરશાહનું ઉમેદવારી પત્રક રદ્દ કરવાની જાહેરાત કરી તેના સ્થાને ડમી ઉમેદવાર બહાલી આપી હતી.
બાળકોની ઉમર ખોટી દર્શાવી
વોર્ડ નં 3માં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી સલમાબીબી શબ્બીર શાહના ચાર સંતાનો હોવાની વાત જગજાહેર હતી. તે છતાં ઉમદેવારીપત્ર ભરવા માટે ખોટું સોગંદનામું કરી પોતાના બાળકની ખોટી ઉંમર દર્શાવી ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્નો કરવામાં આવ્યો હતો. તે બાબતે કોંગ્રેસ દ્વારા વાંધો રજૂ કરવામાં આવતાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારીપત્ર રદ્દ કરવાની જે કાર્યવાહી કરી છે તેને અમે આવકારીએ છીએ. અને ખોટી માહિતી વાળુ સોગંદનામું આપવા બદલ બીજેપીના ઉમેદવાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ચૂંટણી અધિકારી સમક્ષ માંગણી કરી છે. આઇશાબીબી યુનિશ શેખ, વાંધેદાર
બાળકના જન્મ અંગે ખોટાનો પુરાવો રજૂ કરાયો
કોંગ્રેસ દ્વારા વોર્ડ નં 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સલમાબીબી શબ્બીર શાહ દ્વારા ચોથા બાળકની ખોટી જન્મતારીખ દર્શાવતું જન્મનો દાખલો ઉમદેવારીપત્રક સાથે અપાયું હોવાનું ખુલવામાં આવ્યો છે. જે અંગે યોગ્ય તપાસ કરવા કોસંબા તરસાડી ગ્રામ પંચાયત તેમજ સરકારી કચેરી યોગ્ય પુરાવા મંગાવવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતની જાણ સુરત જિલ્લા ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે. તેમની સૂચના બાદ ઉમેદવારી કરનાર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. - પારશ મકવાણા, ચૂંટણી અધિકારી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.