બેદરકાર તંત્ર:કોસંબા કંટવા રોડ પર સ્પીડબ્રેકર મુક્યા વિના તંત્રએ સ્પીડબ્રેકરનું બોર્ડ મૂકી દીધું

કોસંબા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવા આમલી ચાર રસ્તા પર સ્પીડબ્રેકર નથી માત્ર બોર્ડ જ મૂકી દેવાયું છે.અકસ્માતોના કારણે સ્પીડબ્રેકર મૂકવા માગ. - Divya Bhaskar
સાવા આમલી ચાર રસ્તા પર સ્પીડબ્રેકર નથી માત્ર બોર્ડ જ મૂકી દેવાયું છે.અકસ્માતોના કારણે સ્પીડબ્રેકર મૂકવા માગ.
  • આમ જનતાએ સ્પીડબ્રેકર મુકવાની માંગણી કર્યા બાદ માત્ર બોર્ડ મૂકી તંત્રએ સંતોષ માન્યો

માંગરોળ તાલુકાનો કોસંબાથી મોટી પારડી કંટવા તરફ જતા રોડ પર આવેલ સાવા આમલી ચાર રસ્તા ઉપર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખી આમ જનતાએ સ્પીડબ્રેકર મુકવાની માંગણી કરી હોવા છતાં તંત્રએ સ્પીડબ્રેકર આગળ છે તેનું બોર્ડ મુકી દીધા બાદ પણ હજુ સ્પીડબ્રેકર બનાવ્યા નથી. ફરી એક વાર રિક્ષાનો અકસ્માત એક ટ્રક સાથે થતાં રિક્ષા ચાલકનો પગ ભાંગ્યો છે. જેથી લોકોમાં ફરી સ્પીડબ્રેકર મૂકવાની માંગણી પ્રબળ બની છે. કોસંબાથી મોટી પારડી અને ત્યાંથી કંટવા થઈને ભરૂચ જિલ્લાને જોડતા માર્ગને સ્ટેટ હાઈવે આરએન્ડ બી દ્વારા હાલ નવો બનાવવામાં આવ્યો છે.

નવા બનેલા રોડ ઉપર હાલ મોટરસાઈકલ ચાલકો તેમજ અન્ય વાહનચાલકો બેફામ બનીને દોડી રહ્યાં છે. જેથી કરી આ રસ્તા પર સાવા ગામ અને નંદાવને જોડતો રસ્તાને કારણે બનતાં સાવા આમલી ચાર રસ્તા ઉપર અકસ્માતનો સંખ્યા વધી હતી. જેથી સાવા આમલી પહેલા અને પછી રોડ પર સ્પીડબ્રેકર બનાવવાની માગ આમ જનતામાં ઉઠવા પામી છે.

પરંતુ સ્ટેટ આરએન્ડ બી એ સ્પીડ બ્રેકર બનાવવાના બદલે ઝીબ્રા ક્રોસિંગ બનાવી આગળ સ્પીડબ્રેકર છે તેવું સૂચનાનું બોર્ડ લગાવી સંતોષ માની લીધો છે. જેને કારણે હજુ પણ આ માર્ગ પર અકસ્માતોની વણઝાર ચાલુ જ છે. બુધવારની રાત્રીએ એક અજાણ્યા ટ્રક ચાલકે સાવા આમલી રોડ પર રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં રિક્ષા ચાલકના પગે ફ્રેક્ચર થયું છે.

ડમ્પરે વીજ કંપનીના બે થાંભલા તોડી નાંખતા ગ્રામજનોએ અંધારામાં રાત વિતાવી
જૂના માર્ગ ઉપર સાવા આમલી મોટી પારડી વાંસોલી હિમ્મત નગર, કંટવા વગેરે ભયજનક વળાંક અને ગામ પાસે સ્પીડબ્રેકર મુકવામાં આવ્યા હતાં, જેથી અકસ્માતો પર નિયંત્રણ હતું. પરંતુ નવો રોડ બન્યા બાદ સ્પીડબ્રેકર હટાવી દેવાયા છે. જેથી વાહનચાલકો ફરી બેફામ દોડી રહ્યાં છે. સાવા આમલી રોડ પર ભયનક વળાંક છે. ત્યાં અકસ્માત સર્જાય છે. મંગળવાર રાત્રીએ ડમ્પરે વળાંકમાં કાબૂ ગુમાવતાં વીજ કંપનીના બે થાંભલા તોડી નાંખ્યા હતાં. જેથી ગ્રામજનોએ અંધારામાં રાત વિતાવી હતી. જરૂરી જગ્યાએ સ્પીડ બ્રેકર મુકવાની અમારી માંગ છે. - કેતન ભટ્ટ, આગેવાન,મોટી પારડી

અન્ય સમાચારો પણ છે...