તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કોસંબાના બ્રીજ પર ટેન્કર પલટ્યું, વાલ્વ તૂટતાં કેમિકલ રોડ પર રેલાયું

કોસંબા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તરસાડી કોસંબા રેલવે ઓવબ્રીજના છેડા ઉપર કેમિકલ ભરેલું ટેન્કર અકસ્માતે પલટી મારી ગયું હતું. કેમિકલ રોડ પર ઢોળાયું હતું. પરંતુ કેમિકલ જ્વલંશીલ ન હોય તેને પાણીથી ધોઈ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

કોસંબા પાસે આવેલ ખરજ ગામ સ્થિતિ બિરલા કંપનીમાં હાઈપો ક્લોરાઈટ નામનું કેમિકલ ભરીને જતું ટેન્કર નં (GJ-08Y-8125)ના ડ્રાઈવર ચંદનકુમારસિંગ બુધવારના રોજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં પોતાના કબજાનું ટેન્કર લઈને કોસંબાથી તરસાડી તરફ આવી રહ્યો હતો ત્યારે કોસંબા તરફ બ્રીજના ચઢતા ટેન્કર અકસ્માતે પલટી મારી ગયું હતું. જેમાં બ્રીજને નુકસાન થયું હતું. જ્યારે ટેન્કરના વાલ તૂટી જતાં તેમાં ભરેલ હાઈપોક્લોરાઈડ કેમિકલ રોડ પર ઢોળાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં બિરલા કંપનીના અધિકારીઓ અને કંપનીનું ફાયર ટેન્ડર દોડી આવ્યું હતું. અને રસ્તા પર ઢોળાયેલા કેમિકલને પાણી વડે ધોવામાં આવ્યું હતું. ડ્રાઈને સામાન્ય ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ટેન્કરના માલિક જમીલ અહેમદ ખલીલ અહેમદ ખાન દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો