તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:તરસાડીમાં વેક્સિન ઘટી જતાં હોબાળો

કોસંબા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોષે ભરાયેલા લોકોએ આરોગ્ય કર્મચારીઓની સાથે બબાલ કરી

તરસાડી અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સીનના અભાવે 15 લોકોને વેક્સીન મુકવાની ના પાડતાં અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ સાથે વેક્સીન મુકાવવા આવેલા લોકોની બબાલ થઈ હતી.માંગરોળ તાલુકામાં સૌથી વધુ વેક્સીનેશન તરસાડી નગરપાલિકા ખાતે કરવામાં આવે છે.

લોકો પણ જાગૃત થઈ સ્વયંભૂ રીતે વેક્સીન મુકાવવા અર્બન હેલ્થ સેન્ટર પર જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી તરસાડી અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સીનનો સીમિત માત્રમાં જથ્થો આવતો હોય. વેક્સીન લીધા વગર ઘણા લોકોએ પાછુ ફરવું પડે છે. આજરોજ પણ તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સીન પૂર્ણ થઈ ગઈ છે.

વેક્સીનની રાહ જોઈને ઊભેલા 15થી વધુ લોકોને ના પાડવામાં આવી હતી. વેક્સીન માટે કલાકોથી લાઈનમાં ઊભોલા લોકોએ આરોગ્ય કર્મચારી સાથે બબાલ કરી હતી. જ્યારે આરોગ્ય કેન્દ્રના કર્માચરીઓએ પૂરતા પ્રમાણમાં વેક્સીન આવતી ન હોય. કાલે વેક્સીન આવે તો પાછા આવજો તેમ જણાવ્યું હતું. ઉપસ્થિત લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ઘણા દિવસથી વેક્સિન ઓછી મળી રહી છે
તરસાડી નગરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સીન મુકાવવા માટે લોકોનો ધસારો રહેતો હોય છે. છેલ્લા ઘણા દિવસથી અર્બન હેલ્થ સેન્ટર પર જરૂરીયાત કરતાં વેક્સીન ઓછી માત્રામાં આવતી હોય. અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ કોસંબા પીએચસી અથવા અન્ય પીએચસી પરથી વેક્સીન લાવીને લોકોને વેક્સીન મુકી આપવાનું કામ કરે છે. તરસાડી નગરમાં સૌથી વધુ વેક્સીનેશન ચાલતું હોય જરૂરીયાત પ્રમાણે જથ્થો આરોગ્ય વિભાગ પુરો પાડે એ જરૂરી છે.

વેક્સિન પૂર્ણ થતાં લોકોને ના પડાઇ છે
તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સીન મુકવાની કેમ ના પાડવામાં આવી છે એ અંગેમેડિકલ ઓફિસર ડો. મિલન પટેલે જણાવ્યું હતું કે પૂરતા પ્રમાણમાં વેક્સીન આવી ન હોય. વેક્સીન પૂર્ણ થતાં લોકોને ના પાડવામાં આવી છે. વેક્સીન આવે ફરીથી લોકોનું વેક્સીનેશન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...