કાર્યવાહી:તરસાડીમાં ડિમોલિશન બાદ ફરી દબાણ ન થાય તે માટે હોકર્સ ઝોનમાં જગ્યા ફાળવાશે

કોસંબા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લારી ગલ્લાવાળાના નામની નોંધણી બાદ ચિઠ્ઠી ઉછાળી જગ્યા માટે ડ્રો કરાશે

તરસાડી નગરના મુખ્ય રસ્તા ઉપર જાહેર માર્ગની બાજુમાં અને દુકાનોની સામે ઉભા રહેતા લારી ગલ્લાવાળાના દબાણને હટાવ્યા બાદ તરસાડી નગરપાલિકાએ લારી ગલ્લા માટે બે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. તરસાડી નગરના મુખ્ય તેમજ વિવિધ આંતરીક માર્ગો ઉપર રોડની બાજુમાં દુકાનો કે ઘરની બહાર તેમજ દુકાનોની બહાર લાગેલા દાદર, પતારાના શેડ, સાઈન બોર્ડ વગેરે જે ટ્રાફિકની સમસ્યરૂપ અને નડતરરૂપ હતાં તેમને ટ્રાફિકની સમસ્યા અને લોકોને થતી હેરાનગતિ દૂર કરવા માટે તરસાડી નગરપાલિકાએ ગેરકાયદે દબાણ દૂર કરવાનું અભિયાન હાથ ધરી નગરમાં દોઢસોથી વધુ લારી ગલ્લાવાળાઓને નોટિસો આપ્યા બાદ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આવનારા દિવસોમાં આ લારી ગલ્લાવાળા ફરી પોતાનો અડિંગો જમાવી ન દે અને ફરી ટ્રાફિક સમસ્યાઅને લોકોને નડતરરૂપ ન બને તે માટે નગરપાલિકાએ હાલ બે જગ્યા ખાણી પીણી અને અન્ય લારી ગલ્લા અને પાથરણાવાળા માટે જગ્યા ફાળવાવની જાહેરાત કરી છે. જેમાં તરસાડી નગરપાલિકાની પાસે સ્વાસ્તીક કોમ્પલેક્સની બાજુમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હોકર્સપાર્કમાં આવેલી દુકાનો તેમજ સાગર નગરની સામે અંબિકા નગર પાસે આનંદ જ્યોતિ સિનેમાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં લારી ગલ્લાવાળાને જગ્યા ફાળવવામાં આવશે. જે માટે નગરપાલિકા ખાતે નામની નોંધણી કરી ચીઠ્ઠી ઉઠાળી ડ્રો કરી તેમને જગ્યાની ફાળવણી કરાશે.

હવે જાહેર જગ્યાએ દબાણ નહીં
તરસાડી નગરમાં જાહેર માર્ગોને અડીને ખડકાયેલા લારી ગલ્લાને લીધી ટ્રાફિક સમસ્યા વકરતા તેનું ડિમોલિશન કરાયું છે. હવે તેઓએ ગમે ત્યા નહીં પણ પાલિકાએ ફાળવેલી જગ્યામાં જ ઊભા રહેવાનું રહેશે. આગામી દિવસોમાં કોઇ દબાણ ન કરે તેની પાલિકા તકેદારી રાખશે. અને તેમને જાહેર જગ્યાએ કોઈપણ સંજોગોમાં ઊભા રહેવા દેવામાં આવશે નહી. જેથી લારી ગલ્લાવાળાને અમારી નમ્ર વિનંતી છે કે પાલિકાએ ફાળવેલી જગ્યામાં તેઓ ઊભા રહે .> મીનાબહેન શાહ, તરસાડી નગરપાલિકા, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...