હત્યા:દીકરીની સારવાર માટે પૈસા ન આપનારા જમાઇને સાસુ-સસરાએ માર મારતા મોત

કોસંબા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ તાલુકાના તરસાડી ગામમાં બનેલી ઘટના
  • જમાઇના મોત બાદ તેને માર મારનારા સાસુ-સસરાની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

માંગરોળ તાલુકાના તરસાડી નગરના દાદરી ફળીયામાં શનિવારે રાત્રિના સમયે સાસુ સસરાએ પોતાના જમાઈને ઘરે બોલાવી, દીકરી સતત બીમાર રહેતી હોય, સારવાર અર્થે રૂપિયા આપતો નથી, જેથી તું મારી દીકરીને તલાક આપી દે કહી ઝગડો કરીને જમાઈ સાથે ઝપાઝપી કરી સાસુએ જમાઈને પાછળથી પકડી રાખી, સસરાએ છાતીના ભાગે જોરજોરથી માર મારતા જમાઈ ત્યાં જ ઢળી પડ્યો હતો.

તરસાડી દાદરી વિસ્તારમાં રહેતો તોસીફ કેળાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે, અને તેના લગ્ન દાદરી વિસ્તારમાં જ રહેતા યુનુસભાઇ ગુલામ ભાઈ પઠાણની છોકરી સાયબા સાથે બે વર્ષ પહેલા થયા લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન બંને એક વર્ષની છોકરી છે. છેલ્લા એક મહિનાથી સાયબા તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી.શનિવારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તોફિકને તેના સસરા યુનુસભાઇએ બૂમ પાડીને તેના ઘરે બોલાવ્યો હતો અને ઠપકો આપતા કહ્યું હતું તારી નાની છોકરી બીમાર છે. અને તેની સારવાર માટે પૈસા આપતો નથી, તું મારી છોકરી સાયબાને તલાક આપી દે. તે દરમિયાન સાસુ સલમાએ તોસીફના બંને હાથ પાછળથી પકડી લીધા હતા, અને યુનુસભાઇએ છાતીના ભાગે જોરથી મારવા લાગ્યા હતા. જેથી તોસીફ જમીન ઉપર ઢળી પડ્યો હતો.

આ જોઈ રહેલા તોસીફના ભાઈ જુનેદ અને બેન જમીલા ત્યાં દોડી ગયા હતા. તોસીફ જમીન પર ઢળી પડયો હોય તેને ઉઠાડવા જતાં તે કંઈ બોલતો નહોતો. જેથી જૂનેદે તેના મોટાભાઇ આસિફને ફોન કરી હથુરણ ગામેથી તરત જ બોલાવ્યો હતો. થોડી વારમાં તે પણ ત્યાં આવી જતા સ્થાનિક રીક્ષાની મદદથી તોસીફને દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ખાનગી ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે મૃતક તોસીફના નાનાભાઈ જુનેદ દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ના સાસુ સલમાબેન અને સસરા યુનુસ ગુલામ પઠાણની વિરોધમાં હત્યાના ગુના ની ફરિયાદ આપતા, કોસંબા પોલીસે આરોપીઓની ગણતરીની મિનિટમાં ધરપકડ કરી મૃતકનું પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...